________________
અપકાર કરનાર પર પણ ઉપકાર કરે છે. આ (ચંદનકલ્પ) | સર્વાત્મભૂત બનેલો મુનિ સમ્યગરીતે જીવોના સ્વરૂપને જોતો સર્વ આસવોને રોકતો પાપકર્મોને બાંધતો નથી. મારા આત્માને જેમ સુખ પ્રિય છે તેમ સર્વ આત્મને સુખ પ્રિય છે તેવું જ્ઞાન થયા પછી સાચી દયા પાળી. શકાય છે.
પઢમં નાણો તઓ દયા સામાયિક શું છે? જીવ છે, દ્રવ્ય છે કે ગુણ છે ? S9 શાસ્ત્રકાર મહર્ષિ જણાવે છે કે આત્મા જ સામાયિક છે. દ્રવ્યદૃષ્ટિથી વિચારતાં સામાયિક દ્રવ્ય છે. પર્યાયદષ્ટિએ સામાયિક ગુણ છે. ગુણ કદી ગુણીથી જુદો ન પડે તેથી સામાયિક આત્મામાં રહેલો ગુણ છે. આત્મા સામાયિક હોય તો શું વિશ્વના તમામ આત્મા સામાયિક કહેવાશે નહિ. જે સાવદ્ય પાપક્રિયાનો ત્યાગ કરી અને નિરવદ્ય ધર્મવ્યવહારમાં સદા ઉપયુક્ત હોય એવા આત્માને સામાયિક કહેવાય છે.
સંસારી અવસ્થામાં રહેલો આત્મા જ્ઞાનાવરણાદિ કર્મોથી આવૃત્ત હોય છે. અજ્ઞાનતા અને રાગદ્વેષની પરવશતાને કારણે વિભાવદશાવાળો હોવાથી તે અજ્ઞાની, રાગી, દ્વેષી કહેવાય છે. પરંતુ જે આત્મા સાવદ્યયોગના પરિહાર અને અહિંસાદિ ધર્મના આસેવન દ્વારા વિભાવથી વિરમે છે ત્યારે તેનામાં સમ્યગૂજ્ઞાન-દર્શન ચારિત્રાદિ ગુણો પ્રગટે છે તેથી એવા આત્માને સામાયિક કહેવાય છે.
આવા સામાયિકના ત્રણ પ્રકાર છે.
(૧) શ્રત સામાયિકઃ ગીતાર્થ સદ્ગુરુઓ પાસે વિનય બહુમાનપૂર્વક સૂત્ર-શાસ્ત્રનું અધ્યયન કરવું. તે શાસ્ત્રાભ્યાસ સૂત્ર-અર્થ ઉભય એમ ત્રણ રીતે થઈ શકે છે. વિસ્તારથી અનેક ભેદ છે.
(૨) સમ્યકત્વ સામાયિકઃ જિનભાષિત તત્ત્વો પર દઢ શ્રદ્ધા કે સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યે અચલ શ્રદ્ધાભક્તિ એ સમ્યફ સામાયિક છે.
આ સામાયિક નિસર્ગથી એટલે પૂર્વના આરાધક જીવોને ગુદિના ઉપદેશ વિના સ્વાભાવિક ફુરણાથી થાય છે. અધિગમથી ઘણા જીવોને સદ્ગુરુ
૧૩૪ Jain Education International
શ્રી કલાપૂર્ણપ્રબોધ
www.jainelibrary.org
For Private & Personal Use Only