________________
તળાવને કહેવું નથી પડતું: માછલીઓ તમે આવજો. યોગ્ય વ્યક્તિને યોગ્ય પાત્ર મળી જ રહે છે. જેના ક્રોધાદિ સાજા તેનો આત્મા માંદો. જેના ક્રોધાદિ માંદા તેનો આત્મા સાજો.
વિષય-કષાયને સોંપેલું મન સંસાર બનાવી આપે, ભગવાનને સોંપેલું મન ભગવાન મેળવી આપે.
દેવને જાણવા ચૈત્યવંદન ભાષ્ય, ગુરુને જાણવા ગુરુવંદન ભાષ્ય, ધર્મ (લય)ને જાણવા પચ્ચખ્ખાણ ભાષ્ય.
મન શાંત થાય છે ત્યારે આત્માનો સહજ શાંત પ્રકાશ પ્રગટે છે, અવિદ્યા ભસ્મિભૂત થઈ જાય છે. મોહનું અંધારું ટળી જાય છે.
શરીર હું છું – બહિરાત્મા. આત્મા હું છું – અંતરાત્મા. પરમ ચૈતન્ય હું છું (કર્મો જતા રહ્યા છે.) પરમાત્મા.
જેટલા અંશે પરસ્પૃહા તેટલા અંશે દુઃખ ! ધન, માન, પદ, પ્રતિષ્ઠા વગેરેની સ્પૃહા વધુ ને વધુ દુઃખી બનાવનારી છે, એ નોંધી લેવું જોઈએ. આ બધાથી નિઃસ્પૃહતા વધતી જાય તેમ તેમ આનંદ વધતો જાય. આ જ જીવનમાં આનો અનુભવ કરી શકાય.
નિઃસ્પૃહતા એટલે સમતા, સમતામાં સુખ સ્પૃહા એટલે મમતા, મમતામાં
દુઃખ.
બીજાને જ્ઞાન આપીએ તો આપણું જ્ઞાન સુરક્ષિત, બીજાને ધન આપીએ તો આપણું ધન સુરક્ષિત. બીજાને સુખ આપીએ તો આપણું સુખ સુરક્ષિત, બીજાને જીવન આપીએ તો આપણું જીવન સુરક્ષિત.
તમારી પ્રશંસા થાય તો તમારું નામ યશકર્મ ખપે. જતું રહે. તમારી નિંદા થાય તો તમારું અપયશ નામકર્મ ખપે. હવે કહો : શું સારું?
જ્ઞાન મેળવવું અલગ વાત છે, એને ક્રિયાન્વિત કરવું અલગ વાત છે. યોગ આપણને જ્ઞાનને ક્રિયાન્વિત કરવાનું કહે છે, પ્રદર્શક નહિ. પ્રવર્તક જ્ઞાન મેળવી લેવાનું કહે છે. પ્રવર્તક જ્ઞાન આવતાં જ જીવનમાં પરિવર્તન શરૂ થઈ જાય છે. આ જ એની નિશાની છે.
૧૩૨
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org