________________
ધ્યાન વિના શી રીતે મળી શકે? રાણકપુરના શિલ્પમાં ધ્યાન-વિચારના પ્રાયઃ બધાં જ ધ્યાનો કંડારાયેલાં છે. ચોવીસ માતાઓ સાથે રહેલા બાળક તીર્થંકરની પરસ્પર માતા અને પુત્ર] દૃષ્ટિ મળી રહેલી છે, તેવાં શિલ્પો રાણકપુર | શંખેશ્વર વગેરેમાં છે. ધ્યાનવિચારમાં આ ધ્યાનનું પણ વર્ણન છે.
સતત શુભધ્યાન કદાચ આપણે ન રાખી શકીએ, પણ સતત શુભ લેગ્યા જરૂર રાખી શકીએ. ધ્યાન તો અન્તર્મુહૂર્ત સુધી જ રહે, પણ લેયા સતત રહે.
ધ્યાન ચાર જ છે. જ્યારે વેશ્યા છ છે. અશુભધ્યાનથી અશુભ લેશ્યા પ્રબળ બને. શુભધ્યાનથી શુભ લેશ્યા પ્રબળ બને.
શુભ ધ્યાનથી શુભ લેયા પ્રબળ બને. ધ્યાન દ્વારા શુભ લેશ્યાને પ્રબળ બનાવવાની છે.
શુભ ધ્યાન અને શુભ લેક્ષામાં પ્રયત્ન નહિ કરીએ તો અશુભ ધ્યાન અને અશુભ લેયા તો ચાલુ જ છે.
આવાં સમાધિસૂત્રો જેમાં રહેલાં હોય, એ પ્રતિક્રમણની ઉપેક્ષા કરીને તમે બીજા કયા ધ્યાનની શોધમાં છો. એ જ મને સમજાતું નથી.
જગતના બધા જ ધ્યાનગ્રંથોથી ચડી જાય એવો ગ્રંથ [ધ્યાનવિચાર) આપણી પાસે હોવા છતાં મોટા ભાગના લોકોનું એ તરફ ધ્યાન ગયું જ નથી એ મોટી કરુણતા છે. ધ્યાન-વિચાર ગ્રંથ બહાર પડી ગયો છે. પણ ખોલે જ કોણ?
કોઈ મુનિ વ્યાકરણમાં, કોઈ કાવ્યમાં, કોઈ ન્યાયમાં કે કોઈ આગમમાં અટકી જાય છે, પણ ધ્યાન સુધી પહોંચનારા વિરલ હોય છે. ધ્યાન વિના આત્મા સુધી પહોંચવાનો કોઈ માર્ગ નથી. આત્મા સુધી ન પહોંચાય ત્યાં સુધી બધું અધૂરું છે. સિદ્ધનું ધ્યાન
સિદ્ધોને મળવાના બે ઉપાય. (૧) આઠ કર્મથી મુક્ત થઈને સિદ્ધ બનવું. (૨) ધ્યાનમાં ધ્યેયરૂપે સિદ્ધ લાવવા. આ પણ ન બને તો ત્રીજો ઉપાય
જેઓ સિદ્ધોને ધ્યેયરૂપે બનાવીને ધ્યાન ધરે છે તેમનું શરણું પકડી લેવું. નદર્શનમાં યોગ-ઉપયોગ-ધ્યાનયોગ
૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org