________________
જન્મ થયો છે, તેના પ્રભાવે દેશમાંથી દુકાળ સુકાળમાં પલટાઈ ગયો છે. એ જીવે પૂર્વ જન્મમાં ખૂબ જ જીવદયા પાળેલી તેના પ્રભાવે આમ થયેલું છે.
એક માણસનું પુણ્ય શું કામ કરે છે? પરોપકાર શું કામ કરે છે? તેનું આ જ્વલંત ઉદાહરણ છે.
આપણે મોઢેથી શરણાગતિ બોલીએ છીએ પણ બધું આપણી પાસે રાખીને. મારાં ઘર, ધન-માલ-મિલકત, મારા શિષ્યો, સમુદાય, માન્યતા વગેરે સમર્પણ માત્ર મન-વચન કાયાનું જ નહીં. આત્માનું પણ સમર્પણ કરવાનું છે. ઇન્દ્રભૂતિ ગૌતમે એ કર્યું અને પામી ગયા.
એક બાબાજી ચોરોથી પ્રભાવિત થઈ એવા વશ થયેલા કે ચોરો તમામ સંપત્તિ લૂંટીને ભાગી ગયા તોય ખબર ન પડી. સગાંવહાલાંઓએ ચેતવ્યા પણ ન સાંભળ્યું તેમ આપણા આત્માની દશા આવી છે. મોદાદિ ચોરોથી પ્રભાવિત થયા છીએ. તે બધું તૂટી જાય છે તો પણ ખબર નથી પડતી. સદ્દગુરુ સમજાવે પણ જીવ માનતો નથી.
બીમાર વ્યક્તિને આહાર ગ્રહણની ઈચ્છા થતી નથી, જો થાય તો રોગ ગયો સમજવો. તેમ સંસાર રાગ-ભવ રોગની તીવ્રતામાં ધર્મની ઇચ્છા થતી નથી. વિષયાભિલાષાનો અતિરેક ધર્મની ઇચ્છા થવા ન દે, જો તીવ્ર ઇચ્છા થાય તો સમજવું કે રોગ ગયો.
સસ્તામાં લીધેલું સોનું આજે મૂલ્યવાન થઈ ગયું તેમ નાનપણમાં મળેલા સંસ્કારજ્ઞાન આજે મૂલ્યવાન થઈ જાય.
કેટલાંક જીવંત દચંત
૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org