________________
૧૭. પત્રશ્રીના સુભાષિત
પ્રભુને નમે તે નમનીય બને. પ્રભુને પૂજે તે પૂજનીય બને.
પ્રભુને સ્તવે તે સ્તવનીય બને આ ભગવાન એવા જ છે: પોતાનું પદ આપનારા છે.
સૂર્યમુખી દિન મેં ખીલતા હૈ પર રાતમેં નહીં. ચન્દ્રમુખી રાતમેં ખીલતા હૈ, પર પ્રભાતમેં નહીં અન્તર્મુખી હર પલ ખીલતા હી રહતા હૈ,
ક્યોંકિ ઉસકી પ્રસન્નતા કિસીકે હાથમેં નહીં.' “એવું જ્ઞાન આપો, જેથી નિરંતર અજ્ઞાનનું ભાન થતું રહે.
એવો વૈરાગ્ય આપો, જેમાં અમારી આસક્તિ ઓગળતી જાય. એવી ભક્તિ આપો, જેમાં અહંકારનો પર્વત ચૂરચૂર થઈ જાય.”
બધા દોષોને પેદા કરનાર અહંકાર છે. બધા ગુણોને પેદા કરનાર નમસ્કાર છે. અહંકાર સંસારનું બીજ છે; નમસ્કાર મુક્તિનું બીજ છે.
આપણે ક્યાં રહેવું છે? મુક્તિમાં કે સંસારમાં? અહંકાર ન છોડીએ તો મુક્તિની સાધના શી રીતે શરૂ થાય?
દૂધની ઘનતા માપવા લેક્ટોમીટર, વીજળીનું દબાણ માપવા વોલ્ટમીટર, હવાનું દબાણ માટે બેરોમીટર, ગરમી માપવા માટે થર્મોમીટર તેમ પ્રભુ-ભક્તિ માપવા માટે ચિત્ત પ્રસન્નતા.
જંગલમાં જતા કોઈ માણસને ચાર સ્ત્રીઓ મળી. એમનાં નામો હતા; બુદ્ધિ, લજ્જા, હિમ્મત અને તંદુરસ્તી માણસે પૂછ્યું તમે ક્યાં રહો છો? અમે ચારેય ક્રમશઃ મગજ, આંખ, હૃદય અને પેટમાં રહીએ છીએ.” ૧૨૮
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org