________________
વિ૬ પછીની સ્વાનુભૂતિની ઝલક |
સિદ્ધર્ષિ ગણિ બૌદ્ધ દર્શનનો અભ્યાસ કરવા ગયેલા ત્યાં જઈ ચલચિત્તવાળા બન્યા.
આજે પણ આવું બને છે ને ? વિપશ્યનાની ૧૧ દિવસની શિબિર કરીને આત્માનુભૂતિ થઈ ગયાનો દાવો કરનારા ઓછા નથી. આવા ઘણા લોકો આત્માનુભૂતિના ભ્રમમાં પૂજાદિ સર્વ છોડી માર્ગભ્રષ્ટ બનતા હોય છે.
એક દાખલો બતાવું. રાજનાંદગાંવમાં મેં ચતુર્થ વ્રત બ્રહ્મચર્ય લીધું એટલે લોકોએ અફવા ઉડાવી. આ અક્ષયરાજજી તો દીક્ષા લેવાનો છે. ત્યારે મારા મનમાંય નહોતું. દીક્ષાની કોઈ વાત જ નહોતી. સંયોગ પણ ન હતા. પણ બે જ વર્ષ પછી દીક્ષાના ભાવ જાગ્યા. હું તે વખતે કહેતો : ‘તમારી વાત સાચી પડો.”
નાનપણમાં પૂજામાં “સંયમ કબહી મિલે સસનેહી પ્યારા.” બોલતાં લાગતું કે હું ક્યારે સંયમ સ્વીકારીશ? બચપણની આપણી ભાવના જ મોટી ઉંમરે સાકાર બને છે.
તમને શું? મને પણ જીવલેણ વ્યાધિ આવી છે તે વખતે ભગવાનના તત્ત્વજ્ઞાને જ મને દુર્ગાનથી બચાવ્યો છે. નહિ તો તે વખતે ગુસ્સો પણ આવી જાય. કોઈ સેવા કરતું નથી વગેરે. પણ એક આંગળીની પીડા બીજી આંગળી લઈ શકતી નથી તો આપણી પીડા બીજા કેમ લઈ શકે?
મને પોતાને પણ આવો અનુભવ થાય છે. જે ભક્ત ભગવાનને સમર્પિત થઈ ગયો તેની બધી અધૂરાશ પૂરી કરવા ભગવાન બંધાયેલા છે, એમ મને તો સતત લાગી રહ્યું છે.
હું બહુ ભક્તિ વગેરે કરતો. દીક્ષા લેવાના કોઈ જ મારા ભાવ નહોતા, ૧૨૪
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org