________________
થઈ શકે નહિ.” ગુરુએ કહ્યું.
૫. ઝાંઝણ મંત્રી મોટો સંઘ લઈને કર્ણાવતી આજનું અમદાવાદ આવ્યો. વિરધવલનો વંશજ સારંગદેવ રાજા હતો. મંત્રીને કહ્યું તમે જમવા આવજો. સાથે કેટલાક સારા માણસોને લાવજો.
ઝાંઝણઃ “અહીં બધા જ સારા માણસો છે. એકને પણ મૂકીને ન આવી શકું. બધાને જમાડવાની તૈયારી હોય તો જ હું આવી શકું.”
રાજા: “મારી આ તાકાત નથી.” ઝંઝણઃ “આખા ગુજરાતને હું જમાડું, તમે પધારજો.”
૧૦ દિવસ સુધી ઝાંઝણે ગુજરાતને જમાડ્યું. ત્યાર પછી પણ મીઠાઈઓના ભંડાર ભરેલા હતા. આ જ પ્રમાણે તેજપાલ, વસ્તુપાલ, કુમારપાલ જેવા નરરત્નો આ ધરતી પર થયા છે. તેમની નિસ્પૃહતા આદરણીય છે.
૬. એક અજૈન છોકરો વારંવાર નાળિયેર લેવા આવતો હતો. ટ્રસ્ટીઓની ચકોર નજરથી આ છાનું ન રહ્યું. ટ્રસ્ટીઓએ એ છોકરાને પકડ્યો, ધમકાવ્યો, અને ૧૫-૨૦ પ્રભાવનાનાં નાળિયેર કઢાવ્યાં.
પૂજ્ય શ્રી આ દશ્ય જોઈ રહ્યા હતા. તેમણે પેલા જૈનેતર છોકરાને બોલાવ્યો. ધમકાવતા ટ્રસ્ટીઓને અટકાવ્યા. ૧૫-૨૦ નાળિયેર છોકરાને પાછાં અપાવ્યાં અને કહ્યું, રોજ તું મારી પાસે આવજે. - શિવપા નામનો આ લિંગયાતી બ્રાહ્મણશિશુ રોજ પૂજ્યશ્રી પાસે આવવા લાગ્યો. થોડા સમયમાં પાંચ પ્રતિક્રમણ શીખી ગયો.
પૂજ્યશ્રીના અપાર વાત્સલ્યથી મુગ્ધ થયેલો તે દીક્ષા લેવા તૈયાર થઈ ગયો. આ બાળક ને પૂજ્ય આચાર્યશ્રી વિજય ગુણાનંદસૂરિજી મહારાજ. જેમની પાસે પૂ. ચંદ્રશેખર વિ, પૂ. રત્નસુંદર વિ. જેવા અનેક પ્રભાવક ભણી ચૂક્યા
અનાર્ય દેશના આર્દ્રકુમારે અભયકુમાર સાથે સંબંધ બાંધ્યો એટલે આદ્રકુમારનું કામ થઈ ગયું. મયણાનો સંબંધ થયો ને કુષ્ઠી શ્રીપાળ મહાન શ્રીપાળ બન્યો. મયણાને માતાનો, ગુરુ મુનિચંદ્ર સૂરિજીનો સંબંધ થયો ને તે સમ્યકત્વી બની. કેટલાંક જીવંત દર્ગત
૧૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org