________________
આજે પણ એ રામજી પૂજારી પત્ની, બાળકો વગેરે વિદ્યમાન છે. આ પ્રત્યક્ષ પ્રભાવી પાર્શ્વનાથ ભગવાનના જાપમાં કોઈ કચાશ રાખશો નહિ.
૧૩. વૃદ્ધાવસ્થામાં સંગમાચાર્ય સ્થિરવાસ રહેલા. એક વખતે તેમનો કોઈ પ્રશિષ્ટ ગોચરી નહિ મળતાં કંટાળેલો જોઈ આચાર્ય તેની સમાધિ માટે એક ઘરે રડતી છોકરીને ચપટી વગાડીને શાંત કરી. આથી ખુશ થયેલા ગૃહસ્થ પાસેથી ગોચરી અપાવી.
શિષ્ય ઊલટી ખોપરીનો હતો. તેણે વિચાર્યું : જોયું ? આટલી વાર મને ફેરવી કરીને હવે ગોચરી અપાવી. ત્યાં ગોચરી ન લેતા પોતે સારી ગોચરી લેવા સ્થાપિત ઘરોમાં ઊપડી ગયો.
પેલો શિષ્ય આખો દિવસ દોષો જ જોયા કરતો. આવા દોષવાળા, એકલવિહારી ગુરુ સાથે ન રહેવાય એમ માનીને અલગ ઓરડામાં રહ્યો. રાત્રે શાસનદેવીએ ઘોર અંધારું કરતાં પેલો ડર્યો ને આચાર્ય ભગવંતને પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે આચાર્ય ભગવંતે આંગળી ઊંચી કરતાં લબ્ધિથી પ્રકાશ રેલાયો.
૩૧
ત્યારે પેલાએ વિચાર્યું : અરે ! આ આચાર્ય તો અગ્નિકાયનું પણ સેવન કરે છે. હવે હદ થઈ ગઈ. શાસનદેવીથી ન રહેવાયું. પેલા શિષ્યની જોરદાર તર્જના કરી. છતાં ગુરુ તો ગુરુ જ હતા. તમે જ્યારે તમારા આત્મધર્મમાં સંપૂર્ણ બનો છો ત્યારે આસપાસના દેવો તમારી રક્ષા કરવા આવશે જ.
૪. “ગુરુ દરેક માટે નિશ્ચિત છે. યોગ્ય સમયે મળે છે, જંગલમાં અમુક વૃક્ષની ડાળ નીચે તને મળશે.” આ સાંભળતાં શિષ્ય દોડ્યો. પાંચ વર્ષ સુધી જંગલમાં રખડ્યો. પણ ક્યાંય પત્તો ન લાગ્યો. ગુરુ છે તો વૃક્ષ નથી, વૃક્ષ છે તો ગુરુ નથી. ક્યાંક મારી સમજમાં ભૂલ તો નથી ? પછી યાદ આવ્યું; એ જ ગુરુ વૃક્ષ નીચે હતા. ફરી પાંચ વર્ષે એ જ ગુરુ વૃક્ષ નીચે મળ્યા. તે વખતે પણ તેઓ તે જ વૃક્ષ નીચે ઊભા હતા. શિષ્યે પોતાની વેદના ઠાલવી; મને તો ખ્યાલ નહોતો ને ? જરા કહેવું તો હતું. પાંચ-પાંચ વર્ષ સુધી મારા ટાંટિયાની કઢી કરી નાખી.”
માારે પાંચ વર્ષ સુધી તારા માટે એક ઠેકાણે ચોંટી રહેવું પડ્યું તેનું શું ? તારા શિષ્યત્વની પરિપક્વતા તે વખતે નહોતી. એ વિના સદ્દગુરુયોગ
શ્રી કલાપૂર્ણપ્રબોધ
૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org