________________
વીર્યોલ્લાસપૂર્વક ક્રિયા કરવાથી જ ધ્યાનનો અગ્નિ પ્રગટે ને ત્યાર પછી જ “જ્ઞાની શ્વાસોચ્છ્વાસમાં” એ વાત લાગુ પડે. ન્યાય-કાવ્યાદિક ગ્રંથો વાંચવાથી જ વીર્યોલ્લાસ વધી જશે એ ભ્રમણા છે.
માતા અને પુત્રનો પ્રેમ માતૃવલયમાં વ્યક્ત થયેલો છે. પુત્રનો પ્રેમ અને માતાનું વાત્સલ્ય બન્ને આપણામાં પેદા થાય માટે તેવું ધ્યાન કરવાનો ઉલ્લેખ છે. ૨૪ વલયમાંનું આ એક વલય છે.
અહીં સામર્થ્ય યોગની વાત આવી છે. કર્મોને મૂળથી ઉખેડવાની તાકાત સામર્થ્યયોગથી જ આવે છે.
ન
• ધ્યાન ઃ જૈનદર્શનમાં ધ્યાનના અનેક પ્રકાર બતાવ્યા છે. તે આત્મલક્ષી છે. જે ધ્યાન આત્માની શુદ્ધતાને પ્રગટ ન કરે તેવા પ્રકારો ધ્યાન નથી. કદાચ તેમાં આંશિક માનસિક શાંતિ મળે. પણ આધ્યાત્મિક વિકાસ ન હોય. યદ્યપિ જૈનદર્શનમાં ધ્યાનયોગની ગૌણતા થઈ રહી છે તેને હવે સતેજ કરવાની જરૂર છે.
ક્રિયા વ્યર્થ નથી, સાર્થ છે
પ્રતિક્રમણ આદિ વિહિત ક્રિયા છે. મનને સ્થિર કરવાના એમાં ઉપાયો છે. એમાં રસ કેળવી જુઓ. ખૂબ જ આનંદ આવશે.
તમે પ્રતિક્રમણમાં વેઠ વાળો છો. તમારી ક્રિયાને જોઈને લોકોને પણ થયું. શું પડ્યું છે પ્રતિક્રમણમાં ? ચડાવો અભરાઈ પર. આપણી આનંદભરી ક્રિયાઓ જોઈ બીજાને સ્વયંભૂ પ્રેરણા મળવી જોઈએ.
પ્રતિક્રમણ – ચૈત્યવંદન તો મહાન યોગ છે. એ વખતે વાતો તો કરાય જ શી રીતે ? યોગક્રિયાનું આ કેટલું અપમાન છે ? વાતો તો ઠીક, ઉપયોગ પણ બીજે ન જવો જોઈએ. બેઠાબેઠા પ્રતિક્રમણ કર્યું, વાતો કરી. ઉપયોગ ન રાખ્યો. તો આપણે કર્યું શું ? આ યોગ પણ શુદ્ધતાથી ન થાય તો બીજા યોગ શું કરવાના આપણે ? શશીકાન્તભાઈને આ વખતે પ્રતિક્રમણની આ મહત્તા સમજાવી. ગણધરો માટે પણ જે ફરજિયાત છે, તે તમારા માટે જરૂરી નહિ ? પ્રતિક્રમણ છોડીને તમે બીજા કોઈ ધ્યાનયોગ કરી શકો નહિ. બીજા સમયે ભલે કરો, પણ આ ટાઇમ તો પ્રતિક્રમણ માટેનો જ છે. એને ગૌણ બનાવી શકાય નહિ, અવશ્ય પ્રતિક્રમણ કરજો.
જૈનદર્શનમાં યોગ-ઉપયોગ-ધ્યાનયોગ
Jain Education International
For Private & Personal Use Only
૧૧૫ www.jainelibrary.org