________________
ધ્યાન
ધ્યાન કરવાની ચીજ નથી. ધ્યાન માટેની ભૂમિકા ઉત્પન્ન કરવાની છે, ભૂમિકા તૈયાર થઈ જશે તો ધ્યાન સહજ રીતે પેદા થઈ જશે. ધ્યાન માટે અલગ પ્રયત્ન કરવાની બહુ જરૂર નથી. માત્ર તમે ભૂમિકા બનાવો, ચિત્તને અરીસા જેવું બનાવો. પ્રભુ-ચન્દ્ર સ્વયં ચમકશે.
મન સ્થિર નહિ રહેવાથી કદાચ ધ્યાન ન થઈ શકે, પણ ભાવના તો ભાવી શકીએને? જોકે ધ્યાન પણ ધ્યાવવાની ચીજ છે. માટે જ અતિચારમાં આપણે બોલીએ છીએ.
“આર્ત-રૌદ્ર ધ્યાન ધ્યાયા. ધર્મધ્યાન શુકલધ્યાન ધ્યાયા નહિ” પદસ્થ ધ્યાનમાં પ્રભુ નામ રૂપસ્થ ધ્યાનમાં પ્રભુ મૂર્તિ, પિંડસ્થ ધ્યાનમાં પ્રભુની અવસ્થાઓ રૂપાતીત ધ્યાનમાં પ્રભુની સિદ્ધાવસ્થા ધ્યાવવાની છે.
આગળની ભૂમિકા આવતાં તો અર્થ ચિંતનપૂર્વકનો એક લોગસ્સ પણ કાફી છે. પછી ત્યાં સંખ્યાનો આગ્રહ નથી રહેતો. એ રીતે ઘણો જાપ થયા પછી [અંદર અનાહત નાદ પેદા થયા પછી એક નવકાર બસ છે. ત્યાં સંખ્યાનો આગ્રહ નથી રહેતો. મવયસ પ નાત્કિ |
અશબ્દ આત્માને શબ્દથી પકડી શકાતો નથી. પણ આ વાત પકડીને હમણાંથી જ જાપ છોડી નહિ દેતા.
જ્ઞાનથી ધ્યાન અલગ નથી, બન્નેનો અભેદ છે. જ્ઞાન જ તીક્ષ્ણ બનીને ધ્યાન બની જાય છે. જ્ઞાનની વિશાળતા થતી જાય તેમ તેમ ધ્યાનની વિશાળતા વધતી જાય.
લોકો કહે છે : જૈનદર્શનમાં ધ્યાન નથી, પણ હું કહું છું કે અહીં ધ્યાન છે તે બીજે ક્યાંય નથી.
એક વાત સમજી લો કે ધ્યાન એટલે માત્ર એકાગ્રતા નથી, નિર્મળતાપૂર્વકની એકાગ્રતા ધ્યાન છે. શુક્લધ્યાનનો પૂર્વાર્ધ કેવળજ્ઞાન આપે છે ને ઉત્તરાર્ધ અયોગી ગુણઠાણે લઈ જઈ મોક્ષ આપે છે. કેવળજ્ઞાન અને મોક્ષ પણ ધ્યાન વગર ન મળી શકતા હોય તો બીજા ૪િ-૫-૬ વગેરે ગુણઠાણા. ૧૧૬
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org