________________
અહીંના પદાર્થો ન સમજાતા હોય તો સમજવું. હજી ગ્રંથીનો ભેદ થયો નથી.
ઉપયોગ રહે, વિચારો ન રહે તેવી સ્થિતિ આપણને સમજાતી નથી. કારણ કે તેવી અનુભૂતિ નથી. ઉપયોગમાં શુદ્ધિ નથી.
ઉપયોગ અને ધ્યાન એકાર્થક છે. ઉપયોગ એટલે જ ધ્યાન. ધ્યાન એટલે ઉપયોગ ઉપયોગ નથી રહેતો માટે જ આપણી ક્રિયાઓ ધ્યાન નથી બનતી. ઉપયોગ વગરની ક્રિયા. દ્રવ્ય ક્રિયા ગણાય. સ્વાધ્યાયમાં વાચના, પૃચ્છના, પરાવર્તના સુધી હજુ દ્રવ્ય ક્રિયા હોઈ શકે પણ અનુપ્રેક્ષા ઉપયોગ વિના ના જ થઈ શકે માટે અનુપ્રેક્ષા ધ્યાન છે.
માત્ર ઉપયોગને સિદ્ધ કરી લઈએ તો બધું ધ્યાનરૂપ બની જાય.
જૈનદર્શન માત્ર માનસિક પ્લાન જ નથી માનતું, વાચિક કાયિક પણ ધ્યાન માને છે. વળી તે પ્રવૃત્તિને નિવૃત્તિરૂપ પણ હોય છે.
આ મનને સીધું શૂન્ય નથી બનાવવાનું નિર્વિકલ્પની અત્યારની વાતો ખતરનાક છે. પહેલા અશુભ વિચારો રોકો.
મન તો બહુ સુંદર સાધન છે. અને શૂન્ય નથી બનાવવાનું એનો સુંદર ઉપયોગ કરવાનો છે. શૂન્ય મનથી જે પાપ ખપે તેના કરતાં શુભ વિચારથી પૂર્ણ બને તેનાથી વધુ પાપો ખપે.
પ્રારંભમાં આ રીતે જ સાધના કરવાની છે. હા, આગળની ભૂમિકા મળતાં મન પોતે જ ખસી જશે. આપણે ખસેડવું નહિ પડે. ઉપર જતાં પગથિયાં નીચે જ જાય છે ને ? પગથિયાંને સંપૂર્ણ છોડવાનાં નથી. નિંદવાનાં પણ નથી. ધ્યાન દશામાંથી પાછા નીચે તો આવવું જ પડશે. ત્યારે મન જોઈશે જ ને?
અત્યારે લલિતવિસ્તરામાં સામર્થ્યયોગ ચાલી રહ્યો છે, તેના તાત્ત્વિકઅતાત્ત્વિક બે ભેદ છે. સાધુજનોથી સૌને અતાત્ત્વિક સામર્થ્યયોગ મળી જ ગયો છે કારણ કે ઘર આદિનો ત્યાગ કર્યો છે.
ગૃહસ્થ જીવનમાં નિશ્ચલ ધ્યાન ન થઈ શકે કારણ કે તેવું વાતાવરણ ઘરમાં જામે જ નહિ. મને આવી પ્રેરણા ન મળી હોત તો હું ઘરમાં જ રહ્યો હોત. અહીં બાહ્ય વાતાવરણ, બાહ્ય તપ વગેરે કેટલા સહાયક બને છે?
જ્ઞાની શ્વાસોચ્છવાસમાં કરે કર્મનો છેહ પૂર્વકોડી વરસો લગે, અજ્ઞાનની કરે તેહ.”
૧૧૪
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org