________________
મધુરતા શુભ લેગ્યાઓની કહી છે તે વધતી જાય. જેમ જેમ વેશ્યાઓ અશુદ્ધ બને તેમ તેમ જીવનમાં કડવાશ વધતી જાય.
મોટા ભાગના લોકોની માનસિકતા આવી હોય છે. એના આવા વિચારમાં જ આખી જિંદગી પૂરી થઈ જાય છે.
શુભ વિચાર કદી ભૂલતવી ન રાખો. અશુભ વિચારોને હંમેશાં મૂલતવી રાખો.
ક્રોધ અભિમાનના કારણે આવે છે. માટે ક્રોધ પછી માન છે અંદર ખાલીખમ હોવા છતાં માન-મોભો જોઈતો હોય તો માયા – પ્રપંચ કરીને ખોટી ધારણા ઊભી કરવી પડે, માટે ત્રીજો કષાય માયા માયા કરીને માણસ પૈસાનો સંગ્રહ કરતો રહે છે. લોભ વધારતો રહે છે. માટે ચોથો કષાય છે: લોભ. સૂતેલાને જગાડી શકાય, પણ જાગેલાને કઈ રીતે જગાડાય ? અજ્ઞાનીને જગાડી શકાય, પણ જાણકારને કેમ જગાડી શકાય? જાણકારની સભામાં વ્યાખ્યાન આપવું આ દૃષ્ટિએ ઘણું કઠણ છે.
અગ્નિમાં ઠંડક મળે તો ગૃહસ્થ જીવનમાં શાંતિ મળે. રાગદ્વેષથી ભરેલા ગૃહસ્થ જીવનમાં શાંતિ મળે તે વાતમાં કોઈ માલ નથી.
આપણું આત્મવીર્ય એટલું નબળું છે કે મન-વચન-કાયા પાસે આપણું કશું ચાલતું નથી. આત્મા લાચાર બનીને તોફાને ચડેલા ત્રણેય યોગોને જોઈ રહ્યો છે. ઘોડા આમતેમ ભટકી રહ્યા છે. ઘોડેસવાર લાચાર છે. કર્મ
કર્મ પુદ્ગલોમાં શક્તિ હોય છે, તેમ આપણે માનીએ છીએ, પણ તીર્થમાં શક્તિ છે, તેમ માનીએ છીએ ખરા? તીર્થ હોય છે ત્યાં સુધી તીર્થંકરની શક્તિ તીર્થમાં કામ કરતી હોય છે. તીર્થ દ્વારા હજુ ભગવાન મહાવીર દેવની શક્તિ સાડા અઢાર હજાર વર્ષ સુધી કામ કરશે. કર્મની શક્તિ કામ કરે છે, તેમ કર્મ મુક્ત આત્માઓની શક્તિ પણ કામ કરે છે, એ વાત હજુ આપણે સમજ્યા નથી. કર્મગ્રંથ દ્વારા કર્મોની શક્તિ સમજાઈ, પણ હજુ ભક્તિ-શાસ્ત્ર દ્વારા પરમ આત્માની શક્તિ સમજાઈ નથી. શુભ વિચારોથી શુભ કર્મોની તાકાત વધે, એટલી તાકાત વધે કે અશુભ કર્મો પણ શુભમાં બદલાઈ જાય. અશુભ વિચારો કરવાથી ઊલટું બને. શુભ કર્મો પણ અશુભમાં બદલાઈ જાય. ૧૦૨
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org