________________
આપણને હંમેશાં ગમતું જ મળ્યું છે. વિષય-કષાયો ગમશે તો વિષયકષાય મળશે.
વિષય-કષાયોથી રહિત અવસ્થા ગમશે તો તે મળશે. ગમે તે મળે, મોક્ષ નથી મળ્યો કારણ કે એ કદી ગમ્યો નથી.
સંસાર મળતો રહ્યો છે. કારણ કે એ જ ગમતો રહ્યો છે.
મોહરાજા નિદ્રાદેવીને આવાં સ્થાનોમાં જ મોકલે. મોહરાજાને ખબર છે; આ સભા એટલે મને ખતમ કરવાની છાવણી! એ છાવણી પર હુમલો કરવો જ રહ્યો. નિદ્રાદેવીને મોકલીને એ હુમલો કરે છે.
મોહરાજાની આ ચાલ સમજી લેજો. આપણે કેટલા વિચિત્ર છીએ?
આગળની ગ્યાએ બેસવા પડાપડી કરીએ છીએ, પણ બેઠા પછી ઊંઘ આવી જાય તેની પરવા કરતા નથી.
મોક્ષે જવું છે પણ મોક્ષમાર્ગે એક ડગલુંય ચાલવું નથી. સિદ્ધિ જોઈએ છે, પણ સાધના કરવી નથી. શિખરે પહોંચવું છે, પણ તળેટી છોડવી નથી. ક્ષમા મેળવવી છે, પણ ક્રોધ છોડવો નથી. મુક્તિ મેળવવી છે પણ સંસાર છોડવો નથી.
જ્ઞાની પુરુષોનો પ્રશ્ન છે, તમને સાચા અર્થમાં મુક્તિની રુચિ જાગી છે? “મોક્ષમાં જવું છે.” એનો અર્થ શું? તે તમે જાણો છો ? મોક્ષે જવું એટલે ભગવાન સાથે એકમેક બની જવું. આપણે મોક્ષ-મોક્ષ કરતા રહ્યા, પણ ભગવાનને સાવ જ ભૂલી ગયા.
આપણા મનમાં બન્નેની લડાઈ ચાલે છે, શુભ કે અશુભ બને વિચારો અંદર ઉત્પન્ન થયા કરે છે. જ્યાં આપણી શક્તિ જોડાય તેની જીત થાય છે.
મોટા ભાગે આપણે અશુભને જ શક્તિ આપી છે. પેલા કુરુક્ષેત્રમાં કૌરવો હાર્યા અને પાંડવો જીત્યા હતા. આપણા મનના કુરુક્ષેત્રમાં કૌરવો અશુભ વિચારો] જીતી રહ્યા છે ને પાંડવો [શુભ વિચારો] હારી રહ્યા છે.
અશુભ વિચારોથી ત્રિપુષ્ઠના ભવમાં કરેલા કર્મો ઠેઠ મહાવીરસ્વામીના ભવમાં પણ ભોગવવા પડતા હોય, કર્મો જ ભગવાનને પણ ન છોડતા હોય તો એ કર્મોથી અત્યારથી જ આપણે સાવચેત શા માટે ન રહેવું? એક પણ મરણ-શલ્ય સહિત થાય તો ફરી ફરી જન્મ-મરણ ચાલુ જ રહે. માટે જ ૧૦૬
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org