________________
દેવો પણ જોવા આવેલા. અગ્નિની શી તાકાત કે એ મહાસતીને સળગાવી શકે ? જ્ઞાનના અધિષ્ઠાયક દેવ છે, તેમ બ્રહ્મચર્યના પણ અધિષ્ઠાયક દેવ હોય છે. તમારા બ્રહ્માચર્યના ગુણથી પ્રસન્ન થઈને તેઓ તમારું રક્ષણ કરે.
ગુણરૂપી દોરડાં બહુ જ વિચિત્ર છે. આપણા ગુણરૂપી દોરડાં બીજા પકડે તો તેઓ કૂવામાંથી બહાર નીકળે પણ આપણે જ પકડી લઈએ તો ડૂબી મરીએ ! જે ગુણને જોઈને તમે રાજી થાવ છો, એ ગુણને આવવા માટે તમે તમારા હૃદયનાં દ્વાર ખુલ્લાં મૂકો છો, બીજા શબ્દોમાં કહું તો ગુણોને જોઈને રાજી થવું એટલે તેમને આમંત્રણપત્રિકા લખવી.
વ્યક્તિગત રાગ કહેવાય. રાગ દોષ છે. સમાષ્ટિગત પ્રેમ કહેવાય. પ્રેમ ગુણ છે. ખાબોચિયાનું પાણી ગંદું હોય. વ્યક્તિગત રાગ મલિન હોય. વિશાળ સમુદ્ર નિર્મળ હોય. પ્રેમ નિર્મળ હોય.
છ દ્રવ્યોમાં જીવ-અજીવ બે દ્રવ્ય ગતિશીલ છે.
છઠ્ઠું કાળ દ્રવ્ય વિશિષ્ટ રીતે ગતિશીલ છે. કોઈ એને રોકી શકતું નથી. પાણીના પ્રવાહ રોકી શકાય પણ સમયનો પ્રવાહ રોકી શકાતો નથી. સમયથી ૫૨ બની શકાય, પણ સમય થંભાવી ન શકાય.
સૂર્યોદયથી કલાકનો સમય પસાર થઈ ગયો છે, એવો વિચાર કદાચ આવતો હશે, પણ જીવનનો કેટલો સમય પસાર થઈ ગયો છે, તેનો વિચાર નથી આવતો. ગુણ, પૈસા, પદાર્થનો સંગ્રહ થાય છે, પણ સમયનો સંગ્રહ નથી કરી શકાતો. આ ગ્રંથ એમ સમજાવે છે. જ્ઞાન શીખવાનું નથી, વિનય શીખવાનો છે. આપણે વિનય દ્વારા જ્ઞાન શીખવા માંગીએ છીએ, પણ આ ગ્રંથકાર કહે છે; વિનય માત્ર સાધન નથી, સ્વયં સાધ્ય પણ છે.
આજ સુધી દુઃખો ઘણાં સહન કર્યાં છે. પણ ૨ડી-૨ડીને કર્યાં છે. હસતાં હસતાં કદી સહન નથી કર્યાં જો એમ કર્યું હોત તો કર્મ મૂળથી ઊખડી જાત. શારીરિક સહનશક્તિ તો કદાચ આપણે કેળવી લઈએ, પરંતુ માનસિક સહનશક્તિ કેળવવી કઠણ છે. પોતાની નિંદા વખતે પણ આપણે રાજી થઈએ. સ્વ-પ્રશંસા થતી હોય ત્યારે નારાજ થઈએ. એવી માનસિક સ્થિતિ આપણી પ્રગટે ત્યારે સમજવું. હવે માનસિક શક્તિ પુષ્ટ બની છે. મારું કોઈ ન માને તો હું આવું વિચારું છું. આ રીતે વિચારવાથી મન સમતામાં રમમાણ રહે
શ્રી કલાપૂર્ણપ્રબોધ
૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org