________________
(૧૪ જેતી માં યોગઉપયોગ ધ્યાનયોગી
આપણાં ચાલતાં અનુષ્ઠાનો મહાન યોગ છે, કારણ કે એ મોક્ષ સાથે જોડી આપે છે. “મોક્ષની સાથે જોડી આપે તે યોગ” આવી યોગની વ્યાખ્યાથી. જૈનેતરો પણ ચકિત થઈ જાય. આ વ્યાખ્યાનો કોણ ઇન્કાર કરી શકે?
પતંજલિની વ્યાખ્યા ‘પોશ્ચતવૃતિનિરોધ:3માં શુભવૃત્તિનો પણ નિરોધ થઈ ગયો છે. માટે દોષ છે.
ઇચ્છાયોગ પાયો છે. શાસ્ત્રયોગ મધ્યભાગ છે. સામર્થ્ય યોગ શિખર છે.
અનાદિકાળથી જે પ્રભુનો વિયોગ છે, એ પ્રભુનો જે સંયોગ કરી આપે તે યોગ છે.
જે સ્વામી પર પ્રેમ હોય તેની વાત પર, તેની આજ્ઞા પાલન પર પણ પ્રેમ હોય જ તે જ વચનયોગ છે.
પ્રભુનો પ્રેમ પ્રીતિયોગ, અનન્ય નિષ્ઠા તે ભક્તિયોગ.
પ્રભુ સાથે તન્મયતા તે અસંગયોગ છે. પ્રીતિયોગ પ્રારંભ છે, અસંગયોગ પરાકાષ્ઠા છે.
એક વખત કોઈપણ યોગમાં સ્થિરતા આવી, સ્થિરતા અન્ય આનંદ આવ્યો તો એ અનુષ્ઠાન કદી નહિ ભૂલો. એ આનંદને વારંવાર મેળવવા લલચાશો.
ભવના રાગીને વિષય-કષાય વિના ચેન ન પડે. તેમ ભગવાનના રાગીને ભગવાન વિના ચેન ન પડે. આ જ પ્રીતિ યોગ છે. જેના પર પ્રેમ થયો હોય તેને સમર્પિત થવું જ પડે. વફાદાર રહેવું જ પડે, આ ભક્તિયોગ છે, જેને જૈનદર્શનમાં યોગ-ઉપયોગ-ધ્યાનયોગ
૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org