________________
છે. બીજું કાંઈ યાદ ન રહે તો
“નવા જમવાસ’ એ યાદ કરી લેવું. મારી વાતથી બધા જ વિનીત બની જશે. આજ્ઞાંકિત બની જશે એવી જો મારી અપેક્ષા હોય તો તે વધુ પડતી છે. સંભવ છે; મારી વાત કોઈ જ ન સ્વીકારે. આમ છતાં મારો સમતાભાવ અખંડિત રહે તે દૃષ્ટિકોણ મારે અપનાવવો રહ્યો. - * (૧) ટેકનોલોજીથી કુદરતને નાથી શકાશે.
(૨) માણસને પશુ જ ગણો, જેથી તેના ભૌતિક આનંદની અમર્યાદ ઝંખના સંતોષવામાં કોઈ બાધા નહિ. (૩) માણસ પશુ છે માટે તંત્ર છે (અલબત્ત જીવતું યંત્ર)
માણસમાં કામવૃત્તિ જ મુખ્ય છે, એટલે તેને સંતોષવી એ જ મુખ્ય કાર્ય છે – ફ્રોઈડ.
(૫) પ્રકૃતિને ગુલામ કરી તેનો ગમે તેટલો ઉપભોગ કરી શકાય.
(૬) હવે માણસ ટેકનોલોજીની આડપેદાશ છે. માટે તેને વળી તત્ત્વજ્ઞાન કેવું? આ છે ભૌતિકવિજ્ઞાનની વિનાશકારી ટેક્નોલોજી.
શું ભગવાન મરી પરવાર્યો છે. ફાવે તેમ જીવો.
કર્મ સાથે મળી જવાની શક્તિ હોય તો પ્રભુની સાથે મળી જવાની શક્તિ ન હોય તેમ શી રીતે બની શકે ?
કર્મ સાથે મળવાની શક્તિ તે સહજ મળ છે. પ્રભુ સાથે મળવાની શક્તિ તે ધ્યાન છે.
આપણે સિદ્ધિ માંગીએ છીએ, પણ સાધના નથી માંગતા. સાધના વિના સિદ્ધિ શી રીતે મળે? તૃપ્તિ માંગીએ પણ ભોજન ન માંગીએ તો ? ભોજન વિના તૃપ્તિ થવાની ? જેનું અપમાન થઈ રહ્યું છે, તે હું નથી. હું આત્મા છું. અનામી છું. મારા નામને કોઈ ગાળો આપે તો મને શું ? આ નામ તો મારાં ફઈબાએ કે ગુરુદેવે સોંપેલું છે. એની સાથે મારે શો સંબંધ? આવી વિચારણાથી આપણે કેટલા સંકલેશથી બચી જઈએ?
જીવનભર પણ તમે ક્ષમા રાખી હોય તોપણ એ ભરોસામાં નહિ રહેતા કે આ ક્ષમા હવે જવાની જ નથી. થોડીક જ તક મળી ને આપણે ગાફેલ રહ્યા તો ક્રોધ ભભૂકી ઊઠવાની પૂરી સંભાવના છે. કારણ કે આપણા ગુણો ઉપદેશનું અમૃતપાન
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org