________________
નવકાર
નવકારને ભાવિત બનાવ્યો હશે તો જ અંત સમયે યાદ આવશે. વારંવાર ભાવપૂર્વક રટવાથી જ નવકાર ભાવિત બને છે. માટે જ હું નવકારવાળીની બાધા આપતો રહું છું.
સળગતા ઘરમાંથી વાણિયો રત્નની પોટલી લઈને જલદી નીકળી જાય, તેમ મૃત્યુના સમયે સળગતા શરીરમાંથી નવકારરૂપી રત્નની પોટલી લઈ આપણે નીકળી જવાનું છે.
શરીર જો છૂટી પડશે તો પણ ચિંતા શાની? મોક્ષ નહિ મળે ત્યાં સુધી શરીર તો ફરી ફરી મળવાનું છે. બસ, એટલી જ અપેક્ષા રહે છે. આ શરીર છૂટતું હોય ત્યારે હૃદયમાં પ્રભુનું સ્મરણ હોય, નવકારનું રટણ હોય.
ઘણા કહે છે જેનો આટલા શ્રીમંત કેમ? તેઓ જાણી લે કે જેનો ભગવાનની પૂજા છોડતા નથી. પૂજા ન છૂટે ત્યાંથી લક્ષ્મી પણ ન છૂટે. પૂજા પુણ્યનું પરમ કારણ છે. લક્ષ્મી પુણ્યથી બંધાયેલી છે.
નબળું પુણ્ય લઈને આપણે આકાશ જેટલી ઇચ્છાઓ પૂર્ણ કરવા મથીએ છીએ. ઇચ્છાઓ પૂરી ન થતાં નિરાશ થઈ જઈએ છીએ. પોતાનું પુણ્ય કે પોતાની યોગ્યતા તરફ નથી જોતા. આથી દુઃખી દુઃખી થઈ જઈએ છીએ. પુણ્ય વધારવાને બદલે બીજું બીજું જ કાંઈ કરવા મંડી પડીએ છીએ. ક્રિયાની આવશ્યકતા
જ્ઞાન વિના ક્રિયા કે ક્રિયા વિના જ્ઞાન વ્યર્થ છે. ક્રિયાવાન જ્ઞાની જ આ સંસાર-સમુદ્ર તરી શકે. દરિયામાં તરવાની ક્રિયા જાણનારો મોટો તરવૈયો પણ દરિયામાં હાથ-પગ ન હલાવે તો ડૂબી મરે. મોટો જ્ઞાની પણ ક્રિયાને તદ્દન છોડી દે તો તરી ન શકે. પ્રતિક્રમણનો આ સાર છે. અતિક્રમણ કરનારી ચેતનાને પ્રતિક્રમણ દ્વારા સ્વ-ઘરમાં પ્રતિષ્ઠિત કરવાની છે.
ચૈત્યવંદનાદિ ક્રિયા પરમાત્મા પર બહુ માનની જ ક્રિયા છે. આપણે એને દૈનિક ક્રિયામાં જ ખપાવી દીધી, તેને માત્ર યાંત્રિક બનાવી દીધી. એમાં મારી જ પરમ ચેતનાને વિકસિત કરનારાં પરિબળો છુપાયેલાં છે. જોવાનું ભૂલી ગયા.
ઉપદેશનું અમૃતપાન
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org