________________
એ જ પુષ્ટ બનતા હોય છે. માર્ગાનુસારી, શ્રાવક વગેરેના ગુણો વધુ ને વધુ પુષ્ટ થતા રહે છે. લાખ રૂપિયા થયા, એટલે પહેલાના દસ હજાર ગયા, તેમ નહિ. પણ તે દસગણા થયા.
વનસ્પતિમાં પરોપજીવી નામની એક માત્ર ર-૩ ઇંચની વનસ્પતિ છે. પેદા થયા પછી ઘણું જીવવાની તેને તમન્ના હોય છે પણ તાકાત નથી. કરવું શું? જીવનને અલ્પજીવી નથી બનાવવું. દીર્ઘજીવી બનીને ધન્ય બનવું છે.
તો ઉપર પહોંચી શકું તેમ નથી. તે પોતાની આસપાસ નજર કરે છે. આંખ નથી હોતી. આ તો માત્ર આપણી કલ્પનાની વાત છે. ને નજીક રહેલા તોતિંગ વૃક્ષના મૂળમાં લપેટાઈ જાય છે.
મૂળમાંથી બધું ચૂસ્યા કરતી રહે છે. મોટા વૃક્ષના બધા લાભો એને મળતા રહે છે.
આ વૃક્ષનું દૃષ્યત આપણામાં ઘટિત કરવાનું છે. (૧) સાનિધ્ય: એ ન જ છોડે. છોડે તો મૃત્યુ. (૨) સમીપતાઃ નિકટતા અભેદભાવ સઘન કરે છે.
(૩) સમગ્રતા આખું પોતાનું શરીર મૂળ સાથે એકમેક કરી નાખે છે. આ ત્રણ મુખ્ય નિયમો છે.
આત્યંતર તપના લક્ષ વગરનું બાહ્ય તપ સફળ નથી બનતું.
કોઈ પતિ રંજન અતિધણું તપ કરે રે.” એ રીતે તપ નથી કરવાનું, ઈર્ષ્યા કે હરીફાઈથી પણ તપ નહીં કરવાનું. યુવાનીના જોસથી થઈ જાય, પણ પછી પરિણામ સારાં નથી આવતાં.
આ વાત એટલા માટે યાદ આવી કે, આજે એક સાધ્વીજી પૂછવા આવ્યાં-૫૧ ઉપવાસ થઈ ગયા છે. આગળ કરું?
પૂજ્ય : શરીર એ ઘોડો છે. એને બાહ્ય તપથી તાલીમ આપવાની છે. પણ કચડી નાખવાનો નથી. શક્તિથી વધુ કરીને કચડી નાખવાનો નથી.
ભગવાનના પ્રેમ સિવાય બીજો કોઈ જ યોગનો માર્ગ નથી. ભગવાનનો પ્રેમ ન જાગ્યો હોય તો સમજવું હજુ સંસારનો પ્રેમ બેઠો છે, બીજો કોઈ ઉદ્દેશ બેઠો છે. પ્રભુપ્રેમની ગેરહાજરી એ જ બતાવે છે. હજુ બીજી બીજી આકાંક્ષાઓ અંદર બેઠી છે. આ બધાં ખૂબ જ ખતરનાક ભયસ્થાનો છે.
શ્રી કલાપૂર્ણપ્રબોધ
૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org