________________
ઘણું છે.
દેરાસર બંધ હોય કે રાત્રી હોય તો હજુ ત્યાં ન જવાય, પણ ભગવાનનું નામ ન લેવાય એવું કોઈ ક્ષેત્ર કે એવો કોઈ કાળ નથી. એવી શ્રદ્ધા ઘટ્ટ બને કે ભગવાનના નામમાં પણ ભગવાનનાં દર્શન થાય, ભગવાનનાં આગમોમાં પણ ભગવાનનાં દર્શન થાય, તો કામ થઈ જાય.
ભગવાન ભલે મોક્ષમાં છે, પણ ગુણ-ચાંદની સમગ્ર પૃથ્વી પર પથરાયેલી છે. આંધળાને સૂર્ય શું? ને ચંદ્ર શું? એની પાસે ચાંદનીનો પ્રકાશ ન પહોંચે. હૃદયનાં દ્વાર બંધ છે. તેની પાસે ભગવાનની કરુણાના કિરણો નથી પહોંચી શકતાં.
પ્રભુની ગુણ-સુવાસ સર્વત્ર છે. નાક જોઈએ. પ્રભુની ગુણ-ચાંદની સર્વત્ર છે તેના માટે આંખ જોઈએ.
પ્રતિમા અનક્ષર બોધ આપે છે. માત્ર ઇશારાથી સમજાવે છે. આગમ અક્ષરબોધ આપે છે. પ્રતિમાના ઇશારા, પ્રતિમાનો સંકેત, આપણે સમજી શકીશું? તેઓની મુદ્રા કહે છે: મારી જેમ પવાસન લગાવી સ્વમાં એકાગ્ર બનો. ઉપયોગવંત બનો. ક્રિયામાં ઉપયોગ ભળશે અને તરત જ અમૃતનો રસાસ્વાદ મળશે. જેટલા ગુણો ભગવાનના છે, તે આપણને આપવા માટે છે.
મુંબઈથી તમે અહીં આવ્યા તો તમારી પેઢી બંધ કરીને આવ્યા? તમારા નામથી ત્યાં પેઢી ચાલે છે ને? ભગવાન મોક્ષમાં ગયા પણ તેમની પેઢી અહીં ચાલે છે. એમના નામથી ચાલે છે. તમારા નામથી પેઢી ચાલે તો ભગવાનના નામથી ન ચાલે ? નામ અને મૂર્તિ એ ભગવાન જ છે. દેરાસરમાં આપણે કઈ મૂર્તિ છે? તેમ નથી પૂછતા કયા ભગવાન છે એમ પૂછીએ છીએ. હા. જયપુરના મૂર્તિમહોલ્લામાં મૂર્તિનું પૂછીએ ખરા. પણ મંદિરમાં બિરાજમાન મૂર્તિમાં તો સાક્ષાત્ પ્રભુનું જ દર્શન આપણે કરીએ છીએ. કોની પ્રાર્થનાથી થાય છે ?
સૂર્ય કોની પ્રાર્થનાથી ઊગે છે? ફૂલ કોની પ્રાર્થનાથી ખીલે છે ? પાણી કોની પ્રાર્થનાથી તરસ છિપાવે છે?
વાયુ કોની પ્રાર્થનાથી વહે છે? પર
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org