________________
આપણને આવાં અનુષ્ઠાનો પ્રતિ પ્રેમ હોય છે. આત્મા નવપદમય ન બને ત્યાં સુધી પુનઃ પુનઃ આ ઓળી કરતા રહેવાનું છે. માટે જ આ ઓળી, દર છ મહિને આવતી જાય છે ને કહેતી જાય છે : હું આવી ગઈ છું. હજુ તમે નવપદમય બન્યા નથી.
નવપદમાં મુખ્ય અરિહંત પદ છે. બાકીનાં આઠેય પદો અરિહંતને જ આભારી છે. કોઈપણ યંત્ર-મંત્રાદિમાં અરિહંત જ કેન્દ્રસ્થાને હોય છે. શા માટે ? અરિહંતમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યનો ખજાનો પણ છે. જેનાથી ઘણા લોકો આકર્ષિત થઈ ધર્મના રાગી બને છે.
અષ્ટ પ્રાતિહાર્યાદિની સમૃદ્ધિ સાધનાનું ફળ છે, કારણ કે ભગવાનની આ ઋદ્ધિ પણ પ્રસિદ્ધિઆદિ માટે નહિ, પણ વિશ્વોપકાર માટે જ હોય છે. હીન કાળ છે. હીન કાળના કા૨ણે જીવોનું પુણ્ય પણ હીન છે ! પુણ્યહીન જીવોને સગરનો સમાગમ પણ ખૂબ જ દુર્લભ છે.
સદ્ગુરુના નામે બિચારા ક્યારેક દાદા ભગવાનને રજનીશને કે બીજા કોઈને પકડી બેસે છે. કુગુરુમાં સુગુરુની બુદ્ધિ કરી બેસે છે.
‘આંગી સારી છે.’ એમ તમે કહો છો, પણ ભગવાન સારા છે.’ એમ લાગે છે. આંગીના દર્શનાર્થે જાવ છો કે ભગવાનના દર્શનાર્થે ? જોકે આંગીનું દર્શન પણ અંતે તો ભગવાનના દર્શન તરફ જ લઈ જાય છે કારણ કે આંગી પણ આખરે કોની ? ભગવાનની જ ને ?
છ કાય જીવ એટલે ભગવાનનો પરિવાર ! ભગવાન કહે છે : મેં આ બધાને પોતાનો પરિવાર માન્યો છે, તેમ તમારે પણ માનવાનો છે. એનો દેહ બીજો છે, એટલામાત્રથી એને પારકા ન માની શકાય.
આવી શિક્ષા આપનારા અરિહંતોએ બીજાને પણ છ જીવનિકાયના પ્રેમી બનાવ્યા.
ભગવાનની વાણીમાં જેને વિશ્વાસ હોય તેને તો આનંદ આવે જ, પણ જેને વિશ્વાસ ન હોય તેને પણ આનંદ આવે એટલી મધુર હોય, સાંભળનાર ભૂખ-થાક-તરસ બધું જ ભૂલી જાય.
જગતમાં જેટલી ચીજો આનંદ આપનારી છે, તે સૌમાં નવપદ સૌથી શ્રેષ્ઠ છે.
૫૮
Jain Education International
For Private & Personal Use Only
શ્રી કલાપૂર્ણપ્રબોધ
www.jainelibrary.org