________________
ચિત્તને સ્ફટિક જેવું ઊજળું બનાવવું એ જ ભગવાનની આજ્ઞા. ભગવાન ન મળે ત્યારે શું ચમત્કાર સર્જાય ? તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ઇન્દ્રભૂતિ ગૌતમ છે.
એક પણ શુભ વિચાર કરવાની તમારી તાકાત નથી, જો તમારા ૫૨ ભગવાનની કૃપા ન હોય ! મનમાં શુભ વિચારોની ધારા ચાલી રહી હોય ત્યારે ચોક્કસ માનજો. મારા પર પ્રભુ-કૃપા વરસી રહી છે. ભગવાનનું નામ બહુમાનપૂર્વક લેવાનું શરૂ કરી એટલે પાપો પોતાનાં બિસ્ત્રા-પોટલાં લઈને ભાગે જ. સૂર્યના કિરણથી અંધકાર ભાગે. પ્રભુના નામથી પાપ ભાગે....
ભગવાન વીતરાગ છે છતાં રાગીના હૃદયમાં વસે છે, સંસારનો રાગ ખરાબ છે, ધર્મ-રાગ, ભક્તિ-રાગ તો ખૂબ જ શ્રેષ્ઠ છે.
ભગવાન અપ્રાપ્ત ગુણોને પ્રાપ્ત કરી આપનાર અને પ્રાપ્ત ગુણોની રક્ષા કરી આપનારા હોવા છતાં આપણામાં ગુણો નથી આવ્યા કે નથી આવતા. કારણ કે આપણે પ્રભુ પાસે યાચના જ કરી નથી. અહં અળગો મૂકીને દીનહીન ભાવે કદી યાચના કરી નથી.
અદૃશ્ય શક્તિ શું છે
બધા જીવો જાય, પછી જ હું મોક્ષમાં જઈશ. જગતના બધા જ જીવોનાં પાપો મારામાં સંક્રાન્ત થઈ જાવ.' બુદ્ધની આવી કરુણાની વાતોથી જ સિદ્ધર્ષિ ગણિ અંજાઈ ગયેલા. તેમને થયું હશે : “આપણા ભગવાન તો વીતરાગ છે. આપણને સંસારમાં રખડતા છોડી પોતે મોક્ષમાં ચાલ્યા ગયા. કરુણા તો ખરેખર બુદ્ધની જ !''
આ રીતે વિચારી-વિચારીને એકવીસ વખત બૌદ્ધ ભિક્ષુક બનવાની ઇચ્છા ધરાવનાર સિદ્ધર્ષિગણિનું માથું ઠેકાણે લાવનાર લલિત વિસ્તરા ગ્રંથ છે. આ લલિત વિસ્તા અત્યારે વાચનામાં ચાલે છે.
જૈનદર્શન માળા છે, જેમાં સર્વ ધર્માં મણકારૂપે ગોઠવાયેલા છે. પણ યાદ રહે કે સાગરમાં નદી છે, નદીમાં સાગર નથી. માળામાં મણકા છે. મણકામાં મળા નથી. જૈનદર્શનમાં સર્વ ધર્મો છે. સર્વ ધર્મોમાં જૈનદર્શન નથી.
ભગવાન એ અલૌકિક તત્ત્વ છે
Jain Education International
For Private & Personal Use Only
૬૧
www.jainelibrary.org