________________
ગૌતમ સ્વામી પોતાના જીવન દ્વારા આપણને સૌને આવું કહી રહ્યા છે. હું તો અભિમાનથી ધૂંઆપૂંઆ થતો એક પામર કીટ હતો. મને વિનામૂર્તિ બનાવનાર, મને અત્તમુહૂર્તમાં દ્વાદશાંગી રચવાનું બળ આપનાર ભગવાન છે. મારા ભગવાન છે, માટે વખાણ નથી કરતો, પણ વાસ્તવિકતા જ હું તમને જણાવું છું.
મૃત્યુ પછી તો ઘણાય મહાન બની જતા હોય છે કે દંતકથારૂપ બની જતા હોય છે, પણ કેટલીક વ્યક્તિઓ તો જીવતે જીવ જ દંતકથારૂપ બની જતી હોય છે, જગ બત્રીસીએ ગવાતી હોય છે.
માનવજાત એટલી અભિમાની છે કે તે કોઈ વિદ્યમાન વ્યક્તિના ગુણો જોઈ શકતી નથી. કદાચ ગુણ જોવાઈ જાય તો કદર કરી શકતી નથી. હા, મૃત્યુ પછી જરૂર કદર કરશે, ગુણાનુવાદ પણ જરૂર કરશે, પણ જીવિત વ્યક્તિની નહિ. માણસના બે કામ છે: જીવિતની નિંદા કરવાની ને મૃતની પ્રશંસા કરવાની. “પત્તિને વૈરાણિ” (વેર મૃત્યુ સુધી જ રહે છે. એટલે જ કહેવાયું હશે!
પણ, આમાં અપવાદ છે: અધ્યાત્મયોગી પૂજ્ય ગુરુદેવ આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ જેઓ સ્વવિદ્યમાનતામાં જ દંતકથારૂપ બની ગયા છે, લોકો દ્વારા અપૂર્વ પૂજયતા પામેલા છે. - પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજે પૂજ્યશ્રી માટે સુરત-નવસારી વગેરે સ્થળોએ કહેલું આજે પણ મનમાં ગુંજ્યા કરે છે:
પૂજ્યશ્રીમાં પાત્રતા-વૈભવ, પુણ્ય વૈભવ અને પ્રજ્ઞા વૈભવ આ ત્રણેયનો ઉત્કૃષ્ટરૂપે સુભગ સમન્વય થયેલો છે, જે ક્યારેક જ કોઈક જ વ્યક્તિમાં જોવા મળતી વિરલ ઘટના છે.
ભગવાન એ અલૌકિક તત્ત્વ છે Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org