________________
બધા એટલા સમર્પિત હતા કે કોઈને આવો વિચાર આવ્યો નહિ. આ સમર્પણના જ પ્રભાવથી ૫૦૦ તાપસો તો ખી૨ વાપરતાં વાપરતાં જ કેવળી બની ગયા આને કહેવાય :
‘‘ગુરુ – વહુમાળો મોવો |’’
સંઘભક્તિ
ગુરુની ભક્તિમાં પણ સંઘની જ ભક્તિ છે.
૪૮ ગુણોવાળો આ સંઘ છે. ૨૭ સાધુના તથા ૨૧ શ્રાવકના કુલ ૪૮ ગુણો થયા ને !
સંઘ પ્રત્યે ભક્તિ ન હોય તો ક્રોડો રૂપિયા કોણ ખર્ચી શકે ? હમણાં જ લાકડિયાથી ધનજીભાઈએ સિદ્ધાચલનો સંઘ કાઢ્યો. તેમાં બે ક્રોડથી વધુ ખર્ચ્યા. અહીં આવીને વળી તેમણે ૨૧ લાખ જીવદયામાં લખાવ્યા.
આ સંઘની ભક્તિ તેઓ (શ્રાવક શ્રાવિકા) દ્રવ્યથી કરે, આપણે ભાવથી ક૨વાની છે એટલે જ શાસ્ત્રાભ્યાસ કરવાનો છે માટે જ ચતુર્વિધ સંઘની જેમ દ્વાદશાંગી પણ તીર્થ છે.
દ્વાદશાંગીનો અભ્યાસ એ તીર્થની જ ભક્તિ છે. તમે તમારું જ્ઞાન બીજાને ન આપો તો ગુનેગાર છો. ભગવાને સ્થાપેલો આ સંઘ દીર્ઘ કાળ સુધી જગતનું મંગળ કરે, તેવી શક્તિ ભગવાને સ્થાપેલી છે.
આવા આગેવાનો હતા ત્યારે મોટા સમ્રાટો પણ શ્રી સંઘના કાર્યો કરી આપતા. આજની હાલત બદલી ગઈ છે. નાના ઓફિસર પણ જૈન સંઘને દબાવી શકે છે.
આણંદજી કલ્યાણજી જેવી મોટી પેઢીને નાનો પાલિતાણાનો મેયર પણ દબાવી શકે છે. આનું કારણ સંઘ કરતાં વ્યક્તિ પોતાને મોટી ગણે છે, તે છે. તે ખોટું છે.
પૂજાભક્તિ
૧૩
સરાગ-સંયમરૂપ સર્વવિરતિને બે પ્રકારની (સ્તોત્ર અને પ્રતિપત્તિ) પૂજા હોય છે. ૧૧-૧૨ અને ૧૨મા ગુણોઠાણે માત્ર પ્રતિપતિ પૂજા હોય છે. પ્રતિપતિ એટલે સંપૂર્ણ આજ્ઞાનું પાલન, આજ્ઞાનું જેટલું પાલન ઓછું કરીએ તેટલી
૬૮
Jain Education International
For Private & Personal Use Only
શ્રી કલાપૂર્ણપ્રબોધ
www.jainelibrary.org