________________
પ્રમાદની ભયંકરતાને જાણો
પુરુષાર્થમાં રૂકાવટ કરનાર પ્રમાદ છે.
તમને કોના પર વિશ્વાસ? પ્રમાદ પર કે પુરુષાર્થ પર ? શત્રુ હોવા છતાં પ્રમાદને ખૂબ પંપાળ્યો. મિત્ર હોવા છતાં ધર્મ-પુરુષાર્થની કાયમ ઉપેક્ષા જ કરી છે. ૨૪ કલાકમાં પ્રમાદ કેટલો? પુરુષાર્થ કેટલો? પુરુષાર્થ હોય તોપણ એ કઈ બાબત અંગે હોય? અવળી દિશાનો પુરુષાર્થ તો ઘણો કર્યો. ક્ષણે ક્ષણે ૭ કર્મો તો આપણે બાંધીએ જ છીએ. તે શુભ બાંધવા છે કે અશુભ ? હમણાં જ ભગવતીસૂત્રમાં આવ્યું. પ્રમાદ ક્યાંથી આવ્યો ?
મન-વચન-કાયાથી. યોગ ક્યાંથી? શરીરથી. શરીર ક્યાંથી? જીવના અજ્ઞાનથી આવ્યું.
આ જીવ જ સર્વનો મૂળાધાર છે. એની શક્તિને જગવો. એ સૂતેલો સિંહ છે. જાગ્યા પછી કોઈ એની સામે ના ટકી શકે.
“આ કરવું, આ નહિ, ઈત્યાદિ ઝીણી ઝીણી વાતોનો ઉપદેશ એટલે આપ્યો છે કે આપણે વક્ર અને જડ છીએ. નટનો નિષેધ કર્યો હોય તો નટીનું નાટક જોનારા અને વળી પાછા પ્રેરક ગુરુને તોડનારા આપણે છીએ! જેટલી વક્રતા, જડતા વધુ તેટલો વિધિનિષેધનો ઉપદેશ વધુ. માણસ જેટલો જંગલી અને અસભ્ય, કાયદા-કાનૂન તેટલા જ વધુ. વધતા જતા કાયદા, માણસની વધતી જતી અસભ્યતાને બતાવે છે. વિકાસને નહિ
શરીરમાં કોઈ પણ ભાગમાં વાગે, દર્દ આપણને થાય, સમગ્રરૂપે થાય. કારણકે આખું શરીર એક છે, તેમ જીવાસ્તિકાયરૂપે આપણે એક છીએ. આત્મા અસંખ્ય પ્રદેશી છે, તેમ જીવાસ્તિકાય અનંત પ્રદેશ છે. જીવાસ્તિકાય સર્વ જીવોનો સંગ્રહ છે. એક પણ જીવ બાકાત રહે ત્યાં સુધી જીવાસ્તિકાય ન જ કહેવાય, વળી એક જીવનો એક પ્રદેશ બાકી રહે ત્યાં સુધી જીવાસ્તિકાય પણ ન કહેવાય, આ જીવાસ્તિકાય એક છે.
જીવાસ્તિકાયનું સ્વરૂપઃ દ્રવ્યથી અનંત જીવદ્રવ્ય, ક્ષેત્રથી લોકાકાશ વ્યાપી, કાળથી – નિત્ય-અનાદિ અનંત, ભાવથી - અરૂપી વર્ણાદિરહિત જીવાસ્તિકાયનું લક્ષણ : ઉપયોગ. ઉપયોગ, ચેતના લક્ષણથી જીવ એક જ છે,
શ્રી ક્લાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org