________________
ક્ષેત્ર, કાળ, ભાવ, ભવને આશ્રયીને જ કર્મો ઉદયમાં આવે છે. અત્યારે બધાને ઉધરસ આવી રહી છે. તેનું કારણ મરચાના પુદ્ગલો છે. ભલે એ દેખાતા નથી, પણ ઉધરસાદિથી એ જણાય છે. આપણામાં તરવાની શક્તિ છે, તેમ અરિહંતમાં તારવાની શક્તિ છે તેમ માનો છો? અરિહંત વિના તમે બીજા કોઈના આલંબને તરી શકો? પથ્થર ખાઈને પેટ ભરી શકાય તો પ્રભુ વિના તરી શકાય. પથ્થર ખાઈને તો હજુ પણ પેટ કદાચ ભરી શકાય, પણ પ્રભુ વિના તરી ન જ શકાય. આજ સુધી કોઈ તરી શક્યું નથી.
_| આપણું કોઈ પણ કાર્ય ભગવાનની કૃપાથી જ સિદ્ધ થશે, એટલું સદા માટે તમે નોંધી રાખશો. તેમાં નિશ્ચય – વ્યવહાર બને છે. ભગવાનની કૃપાએ વ્યવહાર છે, સિદ્ધ થવું એ નિશ્ચય છે.
એકલા વ્યવહારથી કે એકલા નિશ્ચયથી મુક્તિમાર્ગે ન ચાલી શકાય. આ વાત પગના અકસ્માત પછી મને સારી રીતે સમજાઈ. જમણો પગ તૈયાર હતો, પણ ડાબો પગ તૈયાર ન થાય ત્યાં સુધી ચાલવું શી રીતે ? બન્ને પગ બરાબર હોય તો જ ચલાય, નિશ્ચય-વ્યવહાર બને હોય તો જ મુક્તિમાર્ગે ચલાય, એમ મને બરાબર સમજાવવા જ જાણે આ ઘટના આવી પડી !
ભગવાનના દરેક ગુણો શક્તિરૂપે આપણી અંદર પણ પડેલા જ છે. ભગવાનમાં એ વ્યક્તિરૂપે છે. શક્તિરૂપે રહેલા ગુણો વ્યક્તિરૂપે કરવા એ જ સાધનાનો સાર છે. એકની રકમ રોકડ છે. બીજાની રકમ ઉધારીમાં છે. સિદ્ધોનું ઐશ્વર્યા રોકડું છે. આપણું ઉધારીમાં ફસાઈ ગયેલું છે. કર્મસત્તા એ ઐશ્વર્ય દબાવી દીધું છે. પાંચ ઇન્દ્રિયોના સુખ ખાતર આપણે આત્માનું સંપૂર્ણ સુખ મોહરાજાને ત્યાં ગીરવે મૂકી દીધું છે. એક દિવસના આનંદ માટે અનંતગણું દુઃખ સ્વીકારી લીધું ! “ી હિન રૂઢ I કિર હરરોગ સૌના ” નયસાક્ષેપ સ્વરૂપ
સંગ્રહનવથી આપણે સિદ્ધ છીએ એ વાત ખરી, પણ વ્યવહારમાં આ ન ચાલે. છાસમાં ઘી છે, એ વાત ખરી, પણ છાસને કાપો કે બાળો તો ઘી મળે ખરું? એટલે જ આ કક્ષામાં તમે તમારી જાતને સિદ્ધ માની લો ને સોÉની સાધના પકડીને ભગવાનને છોડી દો તો ચાલે? સાધનાના પ્રારંભ માટે સૌ પ્રથમ ભગવાન જોઈએ. “સોડ નહિ, “દાસોડહંની સાધના જોઈએ. નિશ્ચય-વ્યવહાર-ઉભયમ
૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org