________________
પહેલેથી જ પૂર્ણરૂપે સ્વયંને જોશો તો કર્મો હઠાવવાનો પુરુષાર્થ શી રીતે થઈ શકશે? એટલે જ પહેલાં વ્યવહારમાં નિષ્ણાત બનીને પછી નિશ્ચયમાં જવાનું
આપણી છે કારકશક્તિઓ સદાકાળથી અનાવૃત્ત છે. જ્યાં સુધી આપણે તેને મુક્તિ માર્ગે વાળતા નથી ત્યાં સુધી તે સંસાર-માર્ગે વળતી જ રહે છે. એનો અર્થ એ થયો કે આપણી જ શક્તિઓથી આપણા દુઃખમય સંસારનું સર્જન થઈ રહ્યું છે. હવે જો આપણે જાગી જઈએ તો એ જ શક્તિઓ દ્વારા સુખમય મુક્તિ તરફ પ્રયાણ કરી શકીએ. આ તત્ત્વ આજના જીવો સમજતા નથી. સમજાવવા બેસીએ તો પણ સમજવા તૈયાર નથી હોતા. બધું હવામાં ઊડી જતું હોય તેમ લાગે છે છતાં હું નિરાશ નથી થતો, કારણ કે મને તો એકાન્ત લાભ જ છે. મારો સ્વાધ્યાય થાય છે. સાચો ઉપાય:
જે ઉપાય બહુવિધની રચના, જોગમાયા તે જાણી રે ! શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય દયાને, શિવ દીયે પ્રભુ સપરણી રે.”
મહો. યશોવિજયજી મ. કહે છે : ઘણી લાંબીપહોળી યોગની જંજાળ રહેવા દો. ક્યાંક એમાં અટવાઈ જશો. શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાનથી પ્રભુનું અભેદ ધ્યાન ધરો ભગવાન તમને પરાણે મોક્ષ આપશે. અરે.. તમારી અંદર જ મોક્ષ પ્રગટ થશે. ગૃહસ્થજીવનમાં મારી પણ એક વખત ભ્રમણા હતી. અહીં જ ધ્યાન લાગી જાય છે. પછી દિક્ષાની જરૂર શી?
પણ જ્યારે જાણવા મળ્યુંઃ આપણા નિમિત્તે જ્યાં સુધી છ કાયના જીવોનાં જીવન-મરણો થતાં રહે ત્યાં સુધી આપણાં જન્મ-મરણો નહિ અટકે.
નિશ્ચય અંદર પ્રગટ થતી ચીજ છે. વ્યવહાર બહાર પ્રગટ થતી ચીજ છે. શુદ્ધ વ્યવહારથી અંદરનો નિશ્ચય જણાય છે. કોઈ માત્ર નિશ્ચયની વાતો કરે, પણ વ્યવહારમાં કાર્ય દ્વારા કોઈ પ્રગટ ન દેખાતું હોય તો એ વાતો માત્ર જ કહેવાશે. નિમિત્ત શું છે?
જીવ પર દ્રવ્ય, ક્ષેત્રાદિની અસર પડે છે. જીવની પુદ્ગલો પર ને પુદ્ગલોની જીવ પર અસર પડતી જ હોય છે. આ વિશ્વનો નિયમ છે. દ્રવ્ય,
શી વાપૂબોધ
o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org