________________
પરિણમે.
ભોજન તરફથી સ્વયં કર્તુત્વ ભલે ગૌણ હોય. કારણ કે ભોજન બનાવવાની, ચાવવાની, પચાવવાની બધી જ ક્રિયા આપણે જ કરી છે. ભોજન પોતાના તરફથી સંપૂર્ણ નિષ્ક્રિય છે છતાં ભોજને જ તૃપ્તિ આપી એવું આપણે નથી માનતા? ભોજન અને પાણી વગેરેમાં નિમિત્તની મહત્તા સ્વીકારીએ છીએ, માત્ર ભગવાનમાં આ વાત સ્વીકારતા નથી. ભગવાન ભલે સ્વયં તરફથી નિષ્ક્રિય છે, છતાં આપણા માટે એ જ મુખ્ય છે. ભોજન સિવાય તમે પથ્થર વગેરેથી ભૂખ ન ભાંગી શકો. પાણી સિવાય તમે પેટ્રોલ વગેરેથી તરસ ન છિપાવી શકો. ભગવાન વિના તમે અન્યથી અભય આદિ ન પામી શકો.
૧૬ એક સમર્થ મહાપુરુષમાં જેટલી શક્તિ પ્રગટ થઈ છે. તેટલી શક્તિ સામાન્ય મનુષ્યમાં પણ હોય છે. પરંતુ એ સમર્થ પુરુષોએ ભૌતિક જગતના પ્રલોભનોમાં વેડફાઈ જતી શક્તિઓને અટકાવી આત્મ-ફુરણા વડે પરમ તત્ત્વમાં જોડી અને તેને પ્રગટ કરી. જ્યારે સામાન્ય મનુષ્યની શક્તિઓ જમીનમાં બીજ રોપ્યા પછી જળસિંચન કે ખાતર નહિ આપેલા અસંકુરિત બીજ જેવી થઈ જાય છે.
વીખરાયેલાં ફૂલો સાચવી શકાતાં નથી, વીખરાઈ જાય છે. વીખરાયેલાં ફૂલોને સાચવવાં હોય તો માળા બનાવવી પડે. પુષ્પમાળાને તમે સુખપૂર્વક કંઠમાં ધારણ કરી શકો. ભગવાનનાં વેરાયેલાં વચનપુષ્પોની ગણધર ભગવાનોએ માળા બનાવી છે, જેને આજે આપણે આગમ કહીએ છીએ. આગમ એટલે તીર્થકરોએ વેરેલાં વચન-પુષ્પોમાંથી ગણધરોએ બનાવેલી માળા !
તમે મુશ્કેલીથી ગોચરી લાવો ને મંગાવનાર વાપરે નહિ તો તમને કેટલું દુઃખ થાય? ગણધરોએ આટલા પરિશ્રમથી આગમો ગૂંથ્યા, પૂર્વાચાર્યોએ ટૂંકાવ્યા, ગુરુદેવોએ ઉપદેશ્યા ને આપણે એ પ્રમાણે જીવીએ નહિ, જીવવા પ્રયત્ન કરીએ નહિ, પ્રયત્ન કરવાનું દુઃખ પણ રાખીએ નહિ તો તે મહાપુરુષોને કેટલું દુઃખ થતું હશે ? સર્વ જીવના હિતની ચિંતનભાવના
આશ્રવથી દૂર થાઓ. ૮૬
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org