________________
સંસારમાં અનાસક્ત થાઓ.
આ જ એક માત્ર પ્રભુની મુખ્ય આજ્ઞા છે. સમ્યગદર્શન આવતાં જ વિચારોમાં એકદમ સ્પષ્ટતા આવી જાય છે ને કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તે વિચારે છે. આ મારા ભગવાનની આજ્ઞા છે? આજ્ઞામાં છું કે આજ્ઞાથી બહાર છું? જિનાગમ અમૃત છે. એનું પાન કરે તે અમર બની જાય. આ કાળમાં આત્મ-કલ્યાણ કરવું હોય તો આગમ અભ્યાસ કરવો જ રહ્યો. આગમના અભ્યાસથી વિષયનું વિષ નહિ ચડે. અમૃત પીનારને વિષનો ભય કેવો? ચંડકોરિયાના વિષની ભગવાનને ક્યાં અસર થઈ હતી? ભગવાન પ્રેમ-અમૃતના સાગર હતા. જિનાગમ
તમે ભગવાન ભગવાન કહો છો; આગમ, આગમની વાતો કરો છો, પણ આ જ ભગવાન છે, આ જ એમના આગમો છે એની ખાતરી શી? એવા સવાલો ઘણા બુદ્ધિશાળીઓ ઉઠાવતા હોય છે.
તેઓ કહે છે : આ આગમો તો ભગવાન પછી 1000 વર્ષે લખાયા. આમાં ભગવાનનું શું રહ્યું? પણ તેમને ખબર નથી કે આગમ લખનારા મહાપુરુષો અત્યંત ભવભીરુ હતા. એક અક્ષર પણ આઘોપાછો નહિ કરનારા હતા. ક્યાંક અલગ પાઠ જોવા મળે તો લખે : જ્ઞતિ પાઠાન્તરમ્ |
પૂજ્યશ્રી, પૂ.પં. ભદ્રંકરવિજયજીને પૂછતા : સદ્દગુરુ કઈ રીતે ઓળખવા?
તેઓ કહેતા : જે સદ્ગુરુનાં નામ સાંભળતાં સ્વયં ગગદ થઈ જાય તે સ્વયં સદ્દગુરુ જાણવા. તે સદ્ગુરુ બધું જ આપી શકે છે. ગ્રહણ કરનારે પોતાની માન્યતાઓથી ખાલી થવાની જરૂર છે. ગ્રહણ કરનારની કંઈ પણ અપેક્ષા હશે તો ગુરુની સહજ પ્રદાનશક્તિની ધારો અટકી જશે. એક પણ જીવ ન હોઈ શકે કે જેને સદ્ગુરુ વગર માર્ગ મળ્યો હોય. મોહ હટાવવા ગુરુ કૃપા જોઈએ.
જૈનદર્શનની મૌલિકતા.
19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org