________________
યોગ્યતા આવ્યા પછી ધર્મ આવતાં વાર નથી લાગતી. ગુરુ ગમે ત્યાંથી આવી જ જાય. ન આવે તો દેવો પણ વેષ આપી દે. રણસંગ્રામમાં અજિતસેન રાજાને વૈરાગ્ય થયો તો દેવઓએ વેષ આપેલો. જોકે તોપણ પૂર્વજન્મમાં ગુરુ ભગવાન વગેરે કારણ ખરા જ.
વનસ્પતિમાં જીવતો હમણાં જગદીશચંદ્ર બોઝે કહ્યું ત્યારે વિજ્ઞાને માન્યું. પણ વિજ્ઞાન હજી ક્યાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુમાં જીવ માને છે ? એ માટેના જગદીશચંદ્ર બોઝો થવાના હજી બાકી છે ? તે કહેશે ત્યારે વિજ્ઞાન માનશે. પણ આપણે એટલી વાટ જોવાની જરૂર નથી. આપણે તો સર્વજ્ઞ ભગવાન વૈજ્ઞાનિક છે જ. એમણે કહેલું આપણે સત્ય માનીને ચાલીએ, એ આપણા માટે હિતકર છે. શાસ્ત્રાનુસારી અનુયોગઃ
શ્રુત-અનુસાર નવિ ચાલી શકીએ સુગુરુ તથાવિધ નવિ મળે રે, ક્રિયા કરી નવિ સાધી શકીએ એ
વિખવાદ ચિત્ત સઘળે રે... આમ સ્વયં પૂર્વ મહાપુરુષો બોલતા હોય ત્યારે હું જ શાસ્ત્રાનુસારી બીજા મિથ્યાત્વી', એમ તો કોઈ મૂઢ જ બોલી શકે.
પૂર્વકાળમાં લખવાની જરૂર નહોતી પડતી. ગુરુદ્વારા બોલાયેલું શિષ્યને યાદ રહી જતું. લખવાની જરૂર તો બુદ્ધિ ઘટી ત્યારથી જ પડી. વધુ પુસ્તકો એ ઘટી ગયેલી બુદ્ધિની નિશાની છે. અનુયોગ
(૧) દ્રવ્યાનુયોગ સમ્યગુદર્શન નિર્મળ કરે. દ્રવ્ય-ગુણ પર્યાય જાણવાથી આત્માદિ પદાર્થો વિષે નિઃશંક અને સ્થિર બનાય છે. આત્માદિ પદાર્થો જણાવવા માટે કે કીર્તિ માટે શીખ્યા, પણ પોતા માટે જરાય ન શીખ્યા. આ દીપક સમ્યકત્વ કહેવાય. અભણ જેવા રહ્યા આપણે.
ભેદજ્ઞાન પામવા માટે આ તત્ત્વજ્ઞાન શીખવાનું છે. જીવોનું સ્વરૂપ જાણવાથી સ્વધર્મ જણાય છે ને તેથી સર્વ જીવો સાથે મૈત્રી સધાય છે. આ
૮૪
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org