________________
:
૧૨ જૈનદર્શનની મૌલિકતા
-
સર્વજ્ઞ પરમાત્માની પરાર્થતા એ મૌલિક છે. પરોપકારની પરાકાષ્ઠા હોવાને કારણે જ ભગવાનને તેવી શક્તિ મળે છે.
“દર્શ ભાવના વચ્ચે સિદ્ધિર્મવતિ તાદશી” એ બધાંને યાદ છે જ. જેવી ભાવના હોય તેવું કાર્ય સિદ્ધ થાય છે.
ખરાબ ભાવનાવાળાને પ્રકૃતિ પણ મદદ નથી કરતી, પણ શુભ ભાવનાવાળાને પ્રકૃતિ મદદ કરે છે.
ખરાબ ભાવનાવાળાને પ્રકૃતિ મદદ કરે તો જગત નરકાગાર બની જાય. આવા વિશિષ્ટ કોટીના પુણ્યનો સંચય ભગવાને શી રીતે કર્યો? એવા પ્રશ્નનો જવાબ એની પરોપકારની પરાકાષ્ઠામાં રહેલો છે.
વ્યક્તિગત ભગવાનનો અનુગ્રહ ભલે તેમના તીર્થ સુધી ચાલે પણ આહત્ય તો સર્વ ક્ષેત્રમાં સર્વકાળમાં સર્વદા ઉપકાર કરી જ રહ્યું છે.
– ચૈત્યનો અર્થ પ્રતિમા કઈ રીતે કર્યો છે? તે સમજવા જેવું છે. જુઓ : ચૈત્યનિ પ્રતિમા નક્ષને મર્યચેત્યનિ ! આના રચયિતા હરિભદ્રસૂરિજી આગમ પુરુષ છે. એમની વાત તમે અન્યથા ન કરી શકો.
ચૈત્ય શબ્દ કેમ બન્યો છે ? તે પણ તેમણે ખોલ્યું છે. “ચૈત્ય એટલે ચિત્ત. તેનો ભાવ અથવા કર્મ તે ચૈત્ય. ‘વદ્રકન્વેિ: ” પાણિનિ ૫-૧-૧૨૩ સૂત્રથી થનું પ્રત્યય લાગતાં ચિત્તનું “ચૈત્ય” બન્યું છે. એટલે કે અરિહંત પરમાત્માની પ્રતિમા ચિત્તની પ્રશસ્ત સમાધિ ઉત્પન કરનારી છે.
જે લોકો “ચૈત્ય"નો અર્થ જ્ઞાન, વૃક્ષ કે સાધુ કરે છે, તેઓ પાસે ન કોઈ આધાર છે, ન કોઈ પરંપરા છે ! માત્ર પોતાના મતની સિદ્ધિ માટે જ ચૈત્યના ચિત્રવિચિત્ર અર્થે તેઓ દ્વારા કરવામાં આવે છે. જૈનદર્શનની મૌલિકતા
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org