________________
જ ગમે. આવા માણસો નિશ્ચયનય દ્વારા પ્રમાદનું પોષણ જ કરશે. તપ વગેરેથી દૂર જ રહેશે. જોકે આ નિશ્ચયનયની વાતો છે. વ્યવહારનો ક્રિયાકાંડ એ નિશ્ચયનયને જ પોષનારો છે. પણ મુશ્કેલી એ છે કે આપણે નિશ્ચયને સાવ જ ભૂલી ગયા છીએ. એટલે જ સંથારા પોરસીમાં રોજ શુદ્ધ આત્મદ્રવ્યને યાદ કરવાનું જ્ઞાનીઓનું ફરમાન છે.
વુિવાનંદ માત્મા ફૂગ मुझे परद्रव्य से कोई लेना-देना नहीं । परभाव का मैं कर्ता-भोक्ता नहीं ટૂં” આમ બોલ-બોલ કરે, પણ જીવનમાં કાંઈ નહિ!
શુષ્કતા – જેવો આવો કોરો નિશ્ચય તારી ન શકે. એ માત્ર તમારા પ્રમાદને પોષી શકે. પ્રમાદ-પોષક નિશ્ચયથી હંમેશાં સાવધાન રહેજો. નહિ તો અન્યના અનુષ્ઠાનનો અપલોડ કરશો. મારવાડમાં એક માજી સામાયિક કરતાં'તાં. બારણાં ખુલ્લાં હોવાથી કૂતરો અંદર આવ્યો. આંગણે મૂકેલી ગોળની ભિલી ખાવા લાગ્યો. માજીની નજર ગઈ. ન રહેવાયું. પણ સામાયિકમાં બોલાય શી રીતે ? છતાં બોલી ઊઠ્યાં “સામાયિકમાં સમતાભાવ, ગુડ કી ભેલી કુત્તા ખાય; જો બોલું તો સામાયિક જાય, નહિ બોલું તો કુત્તા ખાય...”
આવી રીતે ઘણા સામાયિક આદિ ક્રિયાકાંડની ઠેકડી ઉડાડતા હોય છે, પણ તેઓ જાણતા નથી કે આવા સામાયિકો પણ ધીરેધીરે આગળ વધારનારા બની શકે છે. “પરની અપેક્ષા રહેશે ત્યાં સુધી દુઃખ રહેવાનું.” આવું હું જ્યારે કહું ત્યારે તમારા મનમાં કદાચ એમ પણ થાય; ભગવાનની અપેક્ષા પણ પરની જ અપેક્ષા છે ને? પણ યાદ રહે; અહીં પરથી પર-પુદ્ગલ લેવાના છે, પ્રભુને નહિ, કારણ કે પ્રભુ પર નથી, આપણી જ પરમ ચેતનાનો આવિષ્કાર છે. સત્યદૃષ્ટિ :
નિશ્ચયદષ્ટિએ પોતાની પૂર્ણતા પર વિશ્વાસ ન કરવો તે મિથ્યાત છે. પોતાને અપૂર્ણ માનવું તે મિથ્યાત્વ છે. આપણે સ્વયંને અપૂર્ણ માનીને દીન બનીએ છીએ. પૂર્ણતા તરફ નજર જાય તો દીનતા શાની રહે?
નિશ્ચયથી સ્વયંને પૂર્ણ જુઓ. વ્યવહારથી સ્વયંને અપૂર્ણ જુઓ. સ્વયંને અપૂર્ણ જોશો, કર્મોથી ઘેરાયેલા જોશો તો જ કર્મો હાવવા પ્રયત્નો શરૂ થશે. નિશ્ચય-વ્યવહાર-ઉભયમ
અપૂર્ણ જોશો, કોઈક જુઓ. વ્યવહનતા શાની રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org