________________
ભીતર સમ્યક્દર્શનની સૂચના કરે છે. સમ્યક્ત્વ સાચું જીવન
સમ્યક્ત્વ પહેલાંનું જીવન, જીવન જ ન કહેવાય. સમ્યક્ત્વ પછીનું જીવન જ ખરું જીવન છે. એની પહેલાં માત્ર સમય પસાર થાય છે એટલું જ. દર્શન મોહનીયના ક્ષયોપશમથી સમ્યક્ત્વ મળે, પણ આત્માનંદની રમણતા તો ચિરત્ર મોહનીયના ક્ષયોપશમથી જ અનુભવાય. સમ્યક્ત્વ બે પ્રકારે : વ્યવહાર અને નિશ્ચય.
શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા – આ લક્ષણો દ્વારા અંદર રહેલું સમ્યક્ત્વ જણાય. એની ખામી તો સમ્યક્ત્વની ખામી સમજજો. આ પાંચ લક્ષણો હોય તો સમજી લેજો સમ્યક્ત્વ આવી ગયું છે. આ વ્યવહાર સમકિત છે.
-
દેહાધ્યાસ તૂટે આત્માનુભવ થાય તે નિશ્ચય સમિકિત છે.
અત્યારે દ્રવ્યસમ્યક્ત્વાદિનો આરોપ કરીને તે આપવામાં આવે છે. ગીતાર્થો જાણે છે આ શાહુકાર છે. ભવિષ્યમાં આપી દેશે. અત્યારે સમકિત ભલે નથી. ભવિષ્યમાં ઉત્પન્ન કરી લેશે. સમ્યક્ત્વને કે જ્ઞાનને કે ચારિત્રને તમે નમો છો, ત્યારે તમે તેના ધારકોને પણ નમો છો કારણ કે ગુણી વિના ગુણ ક્યાંય રહેતા નથી. ગુણને નમસ્કાર એટલે ગુણીને નમસ્કાર.
સમ્યક્ત્વ એટલે નવ તત્ત્વની રુચિ. નવ તત્ત્વની રુચિ એટલે શું ? નવ તત્ત્વમાં પ્રથમ તત્ત્વ છે જીવ. એ જીવને જાણવો એટલે શું ? જીવનું જેવું સ્વરૂપ છે, તેવું સ્વરૂપ અનુભવવાની રૂચિ જાગે તો જ તમે સાચા અર્થમાં જીવતત્ત્વ જાણ્યું, એમ કહી શકાય. જીવતત્ત્વની પરની આવી રુચિ ન જાણવાથી જ સમ્યગ્દર્શન થતું નથી.
સમ્યગ્દર્શન આવતાં જ અનાદિકાળની ભ્રમણાઓ તૂટી જાય છે. સમ્યગ્દર્શન આવતાં જ વ્યવહારથી કુદેવાદિનો ત્યાગ કર્યો પણ આખો લૌકિક ભાવ ત્યાગ કરવાનો છે. સમિકત આવ્યું પછી દેહમાં આત્મબુદ્ધિ ટળે, આત્મામાં આત્મબુદ્ધિ જાગે, તો લોકોત્તર સકિત મળે.
સકિત આપતી વખતે દ્રવ્ય સમ્યકૃતત્વનો આરોપ કરીને આપવામાં આવે છે. એમ સમજીને કે ભવિષ્યમાં સમકિત મેળવી લેશે. શાહુકારને એ
૭૪
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org