________________
તીવ્રતા મોક્ષ તેટલો નજીક.
• અહિંસાઃ સમ્યગુદર્શન • સંયમઃ સમ્યગૃજ્ઞાન • તપ: સમ્યગુચારિત્ર • બીજાનું દુઃખ પોતાનું લાગે ત્યારે સમજવું સમ્યગુદર્શન આવ્યું છે.
• ચોથું ગુણઠાણું આપણને સ્પર્યું છે કે નહિ ? તેનું આત્મનિરીક્ષણ કિરવું ઘટે.
તાવ વગેરે ગયો છે કે નહિ તે આરોગ્યનાં ચિહ્નોથી જણાય તેમ અનંતાનુબંધી કષાયો, મિથ્યાત્વ આદિ ગયા છે કે નહિ તે સમ્યકત્વનાં લક્ષણોથી જણાય.
• મોક્ષમાં જલદી જવું હોય તો તેના ઉપાયોમાં તન્મય બની જવું જોઈએ. રત્નત્રયી તેનો ઉપાય છે. ઉપાયમાં શીઘ્રતા કરીશું તો ઉપેય શીઘ્ર મળશે.
• શ્રદ્ધાની ખામી હોય તો સમ્યગુદર્શન મળે. જિજ્ઞાસાની ખામી હોય તો જ્ઞાન ન મળે.
સ્થિરતાની ખામી હોય તો સમ્યગુચારિત્ર ન મળે. અનાસક્તિની ખામી હોય તો સમ્યકતપ ન મળે. ઉલ્લાસની ખામી હોય તો વીર્ય ન મળે.
વર્યાચાર ન હોય તો એકેય આચાર પાળી શકાય નહિ. વીર્ય બધે જ અનુસ્મૃત છે માટે જ બીજા ચાર આચારનાં ભેદો જ વીર્યાચારનાં ભેદો મનાયા
સમ્યકત્વ મોહનીયના પુદ્ગલના પ્રભાવે પ્રભુદર્શનના નિમિત્તે અંદર આનંદ થતો હોય છે.
આઠેય કર્મોનો ઉદય દ્રવ્ય ક્ષેત્રાદિને આશ્રયીને થાય છે. દા.ત. બાહ્મી ઔષધિથી જ્ઞાનની વૃદ્ધિ થાય. ભેંસનું દહીં વગેરેથી બુદ્ધિ બુઠ્ઠી બને.
શુભ પુદ્ગલો પણ જ્ઞાનાવરણીય કર્મ તોડવામાં સહાયક બને છે. તેમ સમ્યકત્વ મોહનીયના પુદ્ગલો પ્રભુદર્શનમાં થતા આનંદમાં સહાયક બને.
સમ્યક્દૃષ્ટિને જેવો ભાવ થાય તેવો મિથ્યાદષ્ટિને ન થાય. તેનું કારણ મિથ્યાત્વના પુદ્ગલો છે. તે ઘટાડવા પુરુષાર્થ કરવાનો છે.
સેવં નતે સેવં યંત્રે ભગવતીના દરેક શતકના અંતે આવતો આ પાઠ
સમ્યક્ત્વ – અમૂલ્ય તત્ત્વ
૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org