________________
૧) સમ્યકત્વ
સમ્યકત્વ એટલે કેદમાંથી છૂટવાની ઝંખના. સમ્યત્વમાં પણ અપૂર્વ આનંદ આવતો હોય તો મોક્ષમાં કેટલો આનંદ આવતો હશે? સમ્યક્ત્વાદિની પ્રભાવના કરીને ભગવાન સૌને આનંદની પ્રભાવના કરી રહ્યા છે. બીજાનું સમ્યકત્વ બોધિ કહેવાય તીર્થકરનું સમ્યત્વ વરબોધિ કહેવાય.
શું કારણ?
કદાચ ભગવાનનું ક્ષાયોપથમિક હોય તોય વરબોધિ કહેવાય. બીજાનું ક્ષાયિક હોય તોય બોધિ જ કહેવાય.
એનો અર્થ એ થયો કે તીર્થંકરના સમ્યગ્દર્શનમાં કશુંક વિશેષ હશે ! સર્વ જીવોમાં સ્વનું રૂપ જોતા હશે !
બીજાની પીડાને સૂક્ષ્મપણે સ્વમાં સંવેદતા હશે ?
બાર કષાયનાં ક્ષય-ઉપશમથી જ આ ચરિત્ર આવે છે. સંવલનકષાયને ભલે છોડી દઈએ પણ બારકષાયનો ક્ષયોપશમ તો કરવો જ પડશે. અનંતાનુબંધીનો ઉદય હોય ત્યાં બીજા કષાયોનો ક્ષયોપશમ ન હોય, ન હોઈ શકે.
અનંતાનુબંધીનો હોય ત્યાં મિથ્યાત્વ હોય જ. મિથ્યાત્વ નથી ગયું ને અનંતાનુબંધીની વિસંયોજના (ક્ષય) કરેલી હોય, તોપણ તે સ્થિતિ અન્તર્મુહૂર્તથી વધુ નહિ રહે. કારણ કે તેનું બીજ મિથ્યાત્વપડ્યું છે. અપુનબંધક એટલે ધર્મનો આદિ સાધક આદિ ધાર્મિક, જે કદી હવે મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનો નથી. અંતરનિરીક્ષણ • રત્નત્રયીની આરાધનામાં જેટલી મંદતા, મોક્ષ તેટલો દૂર ! જેટલી
શ્રી કલાપૂર્ણપ્રબોધ
૭ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org