________________
ભાવુકો તૈયાર થાય છે. શ્રદ્ધાવાન જ ધર્મનો સાચો અધિકારી છે. મેધાવાન નહિ. પહેલાં શ્રદ્ધાવાન જોઈએ. માટે જ સU – મેરાલખ્યું છે. મેઢા – સદ્ધા, એમ નથી લખ્યું.
તપસ્વી બનવા શરીરની શક્તિ અપેક્ષિત છે. જ્ઞાની બનવા બુદ્ધિની શક્તિ અપેક્ષિત છે. દાની બનવા ધનની શક્તિ અપેક્ષિત છે. પણ ભક્ત બનવા નિરપેક્ષ બનવું અપેક્ષિત છે.
કોઈપણ શક્તિ પર મગદૂર બનેલો માણસ કદી પણ “ભક્ત બની શકતો નથી.
નરસૈયા હોય કે મીરા હોય કે ગમે તે હોય, જે નામે પણ પ્રભુને પ્રેમપૂર્વક ચાહતા હોય તેમને આખરે પ્રભુદર્શન થવાના જ. બધી જ નદીઓ આખરે સમુદ્રને મળે છે, તેમ બધા જ પ્રભુના નમસ્કારો વીતરાગ પ્રભુ તરફ લઈ જાય છે. આપણે પ્રભુની પૂજા કરીએ છીએ એટલે પરમની પૂજા કરીએ છીએ અને એ પરમ આપણામાં જ છૂપાયેલું છે.
એમના જેવા ન બનીએ ત્યાં સુધી પ્રભુની પૂજા કરતા રહેવાનું છે. શરૂઆતમાં જીવો બાહ્ય આડંબર જોઈએ જ આકર્ષિત થતા હોય છે. ભગવાનના અષ્ટ પ્રાતિહાર્યો આટલા માટે જ હોય છે એ જોઈને અનેક જીવો તરી જતા હોય છે નહિ તો અપરિગ્રહી અને વીતરાગને આ અષ્ટ પ્રતિહાર્યો અને ૩૪ આતિશયોને ઠાઠ શા માટે ?
ભક્તને હમેશા લાગે કે બોધિ અને સમાધિ સૌને મળો કારણ કે મારા ભગવાનનો આવો મનોરથ હતો. ભગવાનનો મનોરથ સિદ્ધ થાય, એવું કયો ભક્ત ન ઈચ્છે.
ભગવાન વીર ગયા ત્યારે ગૌતમ સ્વામી રડ્યા. આદિનાથ ગયા ત્યારે ભરત રડ્યા. આ આંસુ તેમને કેવળજ્ઞાનના માર્ગે લઈ ગયા. આ આંસુઓના એકેક ટીપાંમાં પ્રભુના પ્રેમનો સિંધુ છલકાતો હતો.
પાણી જેવા મૃદુ હૃદયમાં જ ભક્તિનો જન્મ થશે. ભક્તિનો જન્મ થશે તો જ ધર્મ પ્રાણવાન બનશે. પ્રભુ-દર્શન ન થાય ત્યાં સુધી ચેનથી બેસો નહિ, પ્રભુને પોકાર્યા જ કરો, પ્રાર્થના કરતા જ રહો.
ભક્તિમાર્ગનાં વિવિધ અંગો
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org