________________
વિશ્વાસથી જ લોન અપાય છે ને? આટલા ઓધા કર્યા તોય ઠેકાણું ન પડવું તેનું કારણ શું?
મેં કહ્યુંઃ સમ્યગદર્શનનો સ્પર્શ નથી થયો માટે જિન-ભક્તિ અને જીવમૈત્રી જીવનમાં ન આવી.
સમ્યગુષ્ટિ જીવ સંસારમાં રહે ખરો, પણ મનમાં સંસાર ના રહે તપેલા લોખંડના ગોળા પર પગ મૂકવા પડે તો માણસ કેવી રીતે મૂકે? તે રીતે સમ્યગુદૃષ્ટિ સંસારની પ્રવૃત્તિઓ કરતો હોય છે. સમાધિ
૧૪ સમાધિનું પાર્સલ મળી શકતું નથી. તે અંદરથી ઉત્પન કરવી પડે છે. વિહારમાં બીજા પાસે રહેલો પાણીનો ઘડો આપણને કામ લાગી શકે ? આપણી પાસે હોય તો જ ઘડો કામ લાગે, તેમ આપણી અંદર જ સમાધિના સંસ્કારો પડ્યા હોય તો કામ લાગે. વિહારમાં બીજાનો ઘડો પણ કદાચ કામ લાગી શકે, પણ સમાધિ બીજાની કામ ન લાગે. એ તો જાતે જ ઊભી કરવી પડે.
સતત અપ્રમત્ત રહેવું એ જ સાધનાનો સાર છે. જીવનમાં સતત અપ્રમત્ત રહેનારો જ મૃત્યુ સમયે અપ્રમત્ત રહી શકે છે. અપ્રમત્ત અવસ્થા એટલે જાગૃતિમય અવસ્થા ! મૃત્યુ સમયે સંપૂર્ણ જાગૃતિ હોય તો જ મૃત્યુ જીતી શકાય, મૃત્યુમાં સમાધિ રાખી શકાય.
જો મૃત્યુની ક્ષણ ચૂક્યા તો બધું જ ચૂક્યા! મૃત્યુની ક્ષણે સમાધિ રાખવાની કળા રાધાવેધની કળા કરતાં પણ મુશ્કેલ છે, એ ભૂલશો નહિ.
આ એક ભવ સુધરી જાય, એકવાર માત્ર સમાધિમૃત્યુ મળી જાય તો ભવોભવ સુધરી જાય. શર્ટમાં પહેલું એક બટન બરાબર નખાઈ જાય તો બાકીનાં બટન બરાબર જ આવવાનાં. એક બટન આડુંઅવળું નખાઈ ગયું તો બધાં જ બટન આડા-અવળાં જ નખાઈ જવાનાં. આ એક ભવ બરાબર તો ભવોભવ બરાબર. આ એક ભવ ખરાબ તો ભવોભવ ખરાબ. સમાધિ સૌને મળો કારણ કે મારા ભગવાનનો મનોરથ સિદ્ધ થાય, એવું કયો ભક્ત ન ઇચ્છે ?
સમ્યકત્વ – અમૂલ્ય તત્ત્વ
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org