________________
હાજર
૧૧. નિશ્ચય-વ્યવહારઉભયમ
શ્વેતાંબર સંઘ વ્યવહાર પ્રધાન છે. નિશ્ચય બતાવવાની ચીજ નથી. સ્વયં પ્રગટ થનારી છે. માટે શ્વેતાંબર પાસે ધ્યાન નથી એમ નહીં માનતા, ચારિત્ર હોય ત્યાં ધ્યાન હોય જ. દેશવિરતિને અલ્પમાત્રામાં હોય. વ્યવહાર વિના આપણે નિશ્ચય પામી શકતા નથી. વ્યવહાર કારણ છે નિશ્ચય કાર્ય છે.
એક વાત સમજી લો. ભક્તની ભાષા અલગ હોય છે, તાર્કિકોની ભાષા અલગ હોય છે.
તાર્કિકો કહેશે : ભગવાન કંઈ કરતા નથી. દેવ-ગુરુ પસાય વ્યવહારથી તમે બોલો છો, પણ હૈયાથી બોલો છો?
મહાન નૈયાયિક યશોવિજયજી સ્તવનોમાં કેવા પરમ ભક્તરૂપે દેખાય છે? છે ક્યાંય તર્કની ગંધ? છે ક્યાંય તર્કનાં તોફાન? મારો હાથ પકડીને ઠેઠ મોક્ષનગરે ભગવાન મૂકે છે. આવા ઉદ્ગારો ભક્ત સિવાય કોણ કાઢી શકે ? બિલાડી જેમ બચ્ચાને સુરક્ષિત સ્થાને મૂકે છે, તેમ ભગવાન ભક્તને મોક્ષમાં મૂકે છે, એવો ભક્તનો ગાઢ વિશ્વાસ હોય છે.
ભગવાન ભલે વિતરાગ છે, પણ સાથે પતિતને પાવન કરનારા, શરણાગતની રક્ષા કરનારા છે, એ ભૂલવાનું નથી.
નિશ્ચયથી સમ્યકત્વ નહીં મળે ત્યાં સુધી દેહાધ્યાસ નહિ ટળે, શરીરમાં આત્મબુદ્ધિ નહીં ટળે, અત્યારે તો આપણે શરીરમાંથી ઊંચા નથી આવતા. આત્માની તો વાત જ ક્યાં કરવી? આવું નિશ્ચય સમ્યકત્વ આવ્યા પછી સર્વવિરતિનો ભાવ સતત રહે, ન રહે તો શ્રાવકપણું તો ઠીક, સમ્યકત્વ પણ ન ટકે. વ્યવહારની શ્રદ્ધા વ્યવહારમાં કામ લાગે. નિશ્ચયની શ્રદ્ધા નિશ્ચયમાં કામ
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org