________________
પ્રતિપતિ પૂજામાં ખામી સમજવી.
પૂ. દેવચંદ્રજીએ બારમા ભગવાનના સ્તવનમાં કહ્યું છે :
પ્રશસ્ત અને શુદ્ધ એમ બે પ્રકારે ભાવપૂજા પ્રતિપતિ પૂજા) છે. (૧) પ્રશસ્તપૂજામાં પ્રભુ-ગુણાગાન હોય છે. પ્રભુ પ્રત્યેનો વિશિષ્ટ અનુરાગ ભક્તને તેમના ગુણગાન કરવા પ્રેરે છે. પ્રશસ્ત ભાવપૂજાના આરાધનથી વિશુદ્ધ ભાવપૂજાનું સામર્થ્ય પ્રગટે છે.
(૨) શુદ્ધ ભાવપૂજા - સ્વભાવમાં સંપૂર્ણ રમણતા વખતે મુનિને શુદ્ધ ભાવ પૂજા હોય છે.
આ દશામાં શુદ્ધ ભાવપૂજા હોય છે.
નવકારભક્તિ
જ્ઞાનદશા જે આકરી, તે મરણ વિચારો; નિર્વિકલ્પ ઉપયોગમાં નહિ કર્મનો મારો’
નવકારના જાપમાં એકાગ્રતા સાધવા માટે અક્ષરોને મનની કલમથી લખો. એકેક અક્ષ૨ ૫૨ સ્થિર બનો. નવકા૨ના જાપના અનુષ્ઠાનમાં નવકાર લેખનનો પણ કાર્યક્રમ હશે. હીરાની ચમકની શાહીથી લખવું. કલ્પના શા માટે ઓછી કરવી ? લખાઈ ગયા પછી એને ચમકતા જુઓ અને પંચો : ન...મો...........હું.............
અચક્ષુ દર્શનથી વાંચવાનું છે. ચામડાની આંખથી નહિ. મનને સ્થિર કરવાની આ કળા છે. રોજ બાર નવકાર આ રીતે લખો. ભલે ૧૦-૧૨ મિનિટ લાગી જાય. આ વર્ણયોગ છે.
મૃત્યુંજ્યથી જય છે : નવકાર મહામંત્ર... નવકાર મંત્રનું નામ છેઃ મૃત્યુંજયી મંત્ર. મૃત્યુ નહીં આવે એમ નહીં. નવકા૨થી મૃત્યુમાં અસમાધિ નહિ થાય. સમાધિથી મરવું એટલે મૃત્યુને જીતી જવું.
નવકાર સૌ પ્રથમ અહંકાર પર કુઠારાઘાત કરે છે. મોહની ઇમારત અહં અને મન પર ઊભેલી છે: નવકાર આ પાયામાં જ સુરંગ ફોડે છે. મન પણ અહંના કારણે જ છે. ‘અહં’ એટલે શું ? મમ્' એટલે મારું ! હું જ નથી તો મારું ક્યાંથી થવાનું નવકારમંત્ર શીખવે છે ઃ ન ‘અહં’ ન મમ’ એટલે મારો હું જ નથી તો મારું ક્યાંથી થવાનું. નવકારમંત્ર શીખવે છે : ન ‘અહં’
ભક્તિમાર્ગનાં વિવિધ અંગો
૬૯
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only