________________
વજના અક્ષરે હૃદયની તકતી પર એક પંક્તિ લખી રાખો, જે હું વારંવાર કહું છું:
પ્રભુ પદ વળગ્યા તે રહ્યા તજા;
અળગા અંગ ન સાજા રે” જે ગુફામાં સિંહ હોય ત્યાં બીજા ક્ષુદ્ર પ્રાણી આવી શકે ? જ્યાં ભગવાન બિરાજમાન હોય ત્યાં મોહાદિ આવી શકે ?
ભગવાન મોક્ષે ગયા એટલે એમના અતિશયો વગેરે પણ ગયા, તેમ નહિ માનતા. એમની શક્તિઓ આજે પણ કામ કરે છે. નામરૂપે, તીર્થરૂપે સ્થાપનારૂપે, ભાવરૂપે, એમ અનેક રીતે કામ કરે છે. આપણા સમર્પણથી તે શક્તિઓ કાર્યકારી થાય છે.
ભગવાનને તમે સમર્પિત બનો તો બાકીનું બધું ભગવાન સંભાળી લે. સમર્પિત બનવું જ કઠણ છે. બધું પાસે રાખીને માત્ર “જીન તેરે ચરણ કી શરણ ગ્રહું એમ બોલવાથી સમર્પણ ન આવે. સમર્પણ માટે બધાંનું વિસર્જન કરવું પડે. અહંનું વિસર્જન જ સૌથી કઠણ છે. અહંના વિસર્જનપૂર્વક જે ભક્ત ભગવાનના શરણે જાય તેનું ભગવાન બધું જ સંભાળી લે.
દંડથી ઘડો બનાવી પણ શકાય ને ફોડી પણ શકાય. આ જીવનથી રાગ દ્વેષ જીતી પણ શકાય, અને વધારી પણ શકાય. હું મોક્ષમાર્ગ તરફ ચાલી રહ્યો છું” એવી પ્રતીતિ ન થાય તો આ જીવન શા કામનું?
ભગવાન પર બહુમાન આવ્યું એટલે ભગવાન તમારા હૃદયમાં આવી જ ગયા. જ્યાં બહુમાન છે ત્યાં ભગવાન છે. એટલે જ ભક્તને કદી ભગવાનનો વિરહ પડતો જ નથી. આજ વાત ગુરુમાં પણ લાગુ પડે છે. સાચા શિષ્યને કદી ગુરુનો વિરહ નડતો જ નથી. કારણ હૃદયમાં ગુરુ પર બહુમાન સતત રહેલું જ છે.
જીવનભર સમતા રહેવી જોઈએ. સમતા આપણો શ્વાસ બનવો જોઈએ. શ્વાસ વિના ન ચાલે તો સમતા વિના શી રીતે ચાલે ? આજ મુનિ-જીવનનો પ્રાણ છે.
મોહ તમને શીખવે છેજીવો પર દ્વેષ કરો. ભગવાન તમને શીખવે છે: જીવો પર પ્રેમ કરો. આપણે કોની વાત માનીએ છીએ ?
શ્રી કલાપૂર્ણપ્રબોધ
૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org