________________
તમાર્ગના વિવિધ અંગો
આત્મા જો વિભુ વ્યાપક હોય તો કર્મબંધ શાનો? વળી કર્મબંધ ન હોય તો મોક્ષ કોનો? મોક્ષ ન હોય તો આ કડાકૂટ શાની? આવો પ્રશ્ન એક ગણધરને જાગેલો. ભગવાને કહ્યું: આત્મા વિભુ જરૂર છે, પણ કેવળજ્ઞાન રૂપે ? કેવળજ્ઞાનથી સંપૂર્ણ લોક-અલોકને જાણે છે. જ્ઞાનથી તેઓ સર્વત્ર વ્યાપક છે. આ દષ્ટિ નજર સમક્ષ રાખીશું તો સર્વત્ર વ્યાપીને રહેલા પરમાત્મા સદાકાળ દેખાશે.
“સમગ્ર શાસ્ત્રનો સાર મેળવ્યો મેં મથી-મથી,
પરમાનંદની પ્રાપ્તિ થાય છે પ્રભુભક્તિથી. ભગવાન સાંભળી લે ખરા, પણ બોલે નહિ એ વાક્ય હું હમણાં બોલી ગયો તે તમે સાચું માનો છો ? ભગવાન સાંભળે છે, આપણાં સ્તવનો, આપણી સંવેદનાઓ. આપણી પ્રાર્થનાઓ તે સાંભળે છે, એમ તમે માનો છો? કે માત્ર ઉપચાર લાગે છે. યાદ રાખજો કે જ્યાં સુધી તમે “સાક્ષાત ભગવાન સાંભળી રહ્યા છે.” એવું નહિ માનો ત્યાં સુધી ભક્તિ કરી નહિ શકો.
ભગવાને આપણને કદી જુદા માન્યા નથી, આપણે જરૂર માન્યા છે. ભગવાને જુદા માન્યા હોય તો તેઓ ભગવાન બની જ શક્યા ન હોત.
અત્યારે પણ પ્રભુ આપણને, સંપૂર્ણ જગતને સત્-ચિત્ અને આનંદથી પરિપૂર્ણ માને છે. પોતાના જેવું સ્થાન બીજાને આપવું, એ રીતે જોવું એ પ્રેમની નિશાની નથી? પોતાના જેવું જ ભોજન અપાય, તો એના પર પ્રેમની જ નિશાની થઈને? ભગવાન આપણા સર્વ પર પ્રેમની વર્ષા કરી રહ્યા છે.
આપણા મોટામાં મોટા દોષો (વિષયોની આસક્તિ, કષાયોનો વળગાડ વગેરે) પ્રભુ-ભક્તિથી ટળે છે. ક્યારેક આત્મનિરીક્ષણ કરજો. મારામાં માયા
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org