________________
કેટલી ? લોભ કેટલો? વાસના કેટલી? આ બધાનું ઉન્મેલન ભક્તિ વિના શક્ય નથી. પ્રભુભક્તિ
ભક્તિ એટલે ૭ રાજલોક દૂર રહેલા ભગવાનને હૃદયમાં બોલાવવાની કળા', યશો વિના મનમાં પેઠા તો આપણા હૃદયમાં ન પ્રવેશી શકે ? ભગવાનના પ્રવેશ વિના તો “પેઠા” શબ્દ નહિ જ વાપર્યો હોય. દૂર રહેલા ભગવાનને નજીક લાવી આપે તે ભક્તિ. ભક્તિ લોહચુંબક છે જે ભગવાનને ખેંચી લાવે છે.
“તુમ પણ અલગા રહ્ય કિમ સરશે?
ભક્તિ ભલી આકર્ષી લેશે...” “ગગને ઊડે દૂર પડાઈ, દોરી બળે હાથે રહી આઈ”
- માનવિજય. પતંગ ભલે દૂર છે, દોરી હાથમાં છે. ભગવાન ભલે દૂર છે, ભક્તિ હાથમાં છે. દોરી હાથમાં છે તો પતંગ ક્યાં જવાનો ? ભક્તિ હૃદયમાં છે તો ભગવાન ક્યાં જવાના છે?
ભક્તિઃ ચૈત્યવંદન ભક્તિયોગ છે. સ્વાધ્યાય જ્ઞાનયોગ છે. પાલન કરવું છે ચારિત્રયોગનું તો ભક્તિ અને જ્ઞાનયોગ કેમ? આ બંને ચારિત્રને પુષ્ટ બનાવનારા છે માટે. જો તમે ભક્તિ અને જ્ઞાન છોડી દો તો ચારિત્ર રિસાઈને ચાલ્યું જશે. એ કહેશે: એ બંને વગર હું તમારે ત્યાં રહી શકું તેમ નથી. ગુરુભક્તિ
ભક્તહૃદયના ઉદ્દગાર કેવા હોય ? ગૌતમસ્વામી આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એમણે ભક્તિ ખાતર કેવલજ્ઞાન જતું કરેલું. શી જરૂર છે કેવળજ્ઞાનની ? ભગવાનનું કેવળજ્ઞાન મારું જ કેવળજ્ઞાન છે ને? આવો ઉચ્ચ સમર્પણ ભાવ એમનો હતો. આથી જ તેઓ ઉચ્ચ ગુરુ બની શક્યા. પોતાનામાં ન હોવા છતાં સર્વ શિષ્યોને કેવળજ્ઞાન આપી શક્યા.
ગૌતમસ્વામીને કેવળજ્ઞાનથી ગુરુભક્તિ વિશેષ પ્રિય લાગી હતી. કદાચ પાંચમા આરાના જીવોને ગુરુભક્તિ સમજાવવા જ એમણે આમ કર્યું હોય ! ભક્તિમાર્ગનાં વિવિધ અંગો
૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org