________________
ભગવાન હાજર નથી.” એવી આપણી માન્યતા જડમૂળથી કાઢવી પડશે. ભગવાન ભલે અહીં નથી પણ ભગવાનની શક્તિ તો જગતમાં કામ કરી જ રહી છે. સૂર્ય ભલે આકાશમાં છે, પ્રકાશ તો અહીં જ છે ને ? સિદ્ધો ભલે ઉપર છે, પણ એમની કૃપા તો અહીં વરસે છે જ, માત્ર તે અનુભવમાં આવવી જોઈએ.
આપણે માનીએ છીએ : હું એટલે શરીર. ભગવાન માને છે જગતના સર્વ જીવોમાં હું છું. ભગવાનની વિરાટ ચેતના છે. આપણી વામન. જો આપણી વામન ચેતના વિરાટમાં ભળી જાય તો ? પાણીનું ટીપું સાગરમાં ભળે તો ટીપું સ્વયં સમુદ્ર બની જાય. આપણો અહં ઓગળી જાય છે. જ્યારે આપણે પ્રભુમાં એકાકાર બની જઈએ છીએ. પછી આપણું અસ્તિત્વ રહેતું જ નથી.
પ્રભુ પર પ્રેમ છે કે નહિ? એની નિશાની કઈ ? બીજા (શરીર, શિષ્ય, ઉપાધિ, મકાન વગેરે) પદાર્થો પર પ્રેમ વધુ કે પ્રભુ પર પ્રેમ વધુ? એમ મનને પૂછી લેજો.
આત્મા કોણ? આપણી અંદર રહેલા જ્ઞાન, શ્રદ્ધા ક્રિયા વગેરે ગુણો એ જ આત્મા છે. આત્મા ગુણો દ્વારા જણાય. - સાપને જો ઘરમાં ન રખાય તો આત્મામાં દોષો શી રીતે રખાય? સાપ તો એક જન્મના જ પ્રાણ લે. પાપ તો ભવ-ભવના પ્રાણ લઈ લે. આવા પાપો ભલે અનાદિકાળના હોય. એને કાવ્યે જ છૂટકો! એના માટે “શરણાગત વત્સલ” ન બનાય?
કોઈ રાજા-મહારાજા કહે: ‘તમે મારા જેવા જ છો. બેસી જાવ મારી સાથે સિંહાસનમાં !” તો આપણને કેટલો આનંદ થાય ! ભગવાન આપણને એમ જ કહે છે. તમે મારા જેવા જ છો. આવી જાવ મારી સાથે.”
જૈનેતર સંત સુરદાસ ખાડામાં પડ્યા. કોઈ ઉગારવા આવ્યું. સુરદાસ સમજેલા કે એ ભગવાન જ છે. તેથી એમનો હાથ જોરથી પકડી રાખેલો. પણ ભગવાન તો ભાગી ગયા. સુરદાસ બોલી ઊઠ્યા:
બાંહ છુડા કે જાત હો નિર્બળ જાને મોહિ
હૃદય છુડા કે જાવ તો મર્દ બખાનું તો હિ.” ભક્તની આ શક્તિ છે કે એ ભગવાનને હૃદયમાં પકડી શકે છે. હૃદયમાં ભગવાન એ અલૌકિક તત્ત્વ છે
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org