________________
એક હજાર વર્ષ સુધી
હતા તો ભગવાન
એક સંબંધ
ખાણમાંથી બહાર નીકળવાથી માંડીને પથ્થર પર શિલ્પી દ્વારા અનેક પ્રક્રિયા થઈ ત્યારે તે મૂર્તિરૂપ બન્યો. તેમ આપણે પણ નિગોદમાંથી બહાર આવ્યા અને ઠેઠ માનવ-ભવ સુધી પહોંચ્યા તેમાં ભગવાન દ્વારા થયેલી કૃપારૂપી પ્રક્રિયા જ કારણ છે.
મરુદેવી માતા પોતાની મેળે કેવળજ્ઞાન પામી ગયાં, એમ નહિ માનતા. જો એમ હોત તો પહેલાં જ કેવળજ્ઞાન મળી જવું જોઈતું હતું. પણ ભગવાન મળ્યા પછી જ કેવળજ્ઞાન થયું.
એક હજાર વર્ષ સુધી ઋષભ... ઋષભ જાપ જપતાં રહ્યાં. (ભલેને એ પુત્રરૂપે જપતાં રહ્યાં... પણ આખરે હતા તો ભગવાન જ ને?) એથી પણ નિર્જરા થઈ હશે ને? વિરહની વેદના સહી હતી. પ્રભુ સાથે પ્રત્યેક સંબંધ જોડી શકાય. પુત્રનો સંબંધ પણ જોડી શકાય. ૧૪ સ્વપ્નના દર્શનથી, મેરુ પર અભિષેકથી મરુદેવીને એટલી તો ખબર હતી જ કે મારો ઋષભ ભગવાન થવાનો છે. પુત્ર પ્રભુને ખોળામાં લઈ બેઠેલાં માતા સ્નેહદષ્ટિપૂર્વક અવલોકન કરે છે તેવું જે ધ્યાનવિચારમાં માતૃવલયનું ધ્યાન આવે છે તેમાં આ જ વાત સૂચિત થાય છે.
તીર્થકર ભગવંતોએ પૂર્વ જન્મમાં આત્માને શાસનથી એવો ભાવિત કરેલો હોય છે, એના કારણે તીર્થકરના જન્મમાં આવો પ્રભાવ દેખાય છે. બીજા જીવો પણ ભાવિત થાય છે, પણ તીર્થંકરની કક્ષાએ ન પહોંચી શકે. રત્નો તો બીજાં પણ હોય, પણ ચિંતામણિની તોલે ન આવી શકે. ખાણમાં પડેલા ચિંતામણિને સામાન્ય જન ન ઓળખી શકે, પણ ઝવેરી ઓળખી શકે. તે વખતે પણ તેમાં ચિંતામણિપણું રહેલું જ હોય છે. તેમ ભગવાનમાં પણ હંમેશ માટે પરાર્થતા – પરાર્થ વ્યસનિતા રહેલી જ હોય છે.
“મજામેતે પરાર્થ વ્યસનિન: ” નિગોદમાંથી બહાર નીકળતાં જ તીર્થંકરનો આત્મા પથ્થર બને તો ચિંતામણિ બને, વનસ્પતિ બને તો પુંડરિક કમળ બને, કલ્પવૃક્ષ બને, જ્યાંથી સહજભાવે પરોપકાર થતો જ રહે. નવપદનું માહાસ્ય
નવપદની શાશ્વતી ઓળીનો આજે પ્રથમ દિવસ છે. ગળથુંથીથી જ ભગવાન એ અલૌકિક તત્ત્વ છે
પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org