________________
વૃક્ષો
કમળો. .: મારા પર પ્રભુનાં પગલાં પડશે. મેરુ પર્વત
: મને પ્રભુના ચરણનો સ્પર્શ થશે.
: અમને નમસ્કાર કરવા મળશે. વાયું : અમે અનુકૂળ બનીશું. પંખી : અમે પ્રદક્ષિણા આપીશું. સૂર્ય-ચંદ્ર : અમે મૂળ વિમાને પ્રભુનાં દર્શન કરવા આવીશું. સૌધર્મેન્દ્ર : હું પાંચ રૂપ કરી તથા ઋષભ બની પ્રભુનો
અભિષેક કરીશ. અમરેન્દ્ર : મચ્છર બનીને પ્રભુ-ચરણનું શરણું સ્વીકારીશ. પૃથ્વી : અમારામાં વર્ષોથી દટાયેલાં નિધાનોનો દાન માટે
સદુપયોગ થશે. માનવો : ધર્મતીર્થની સ્થાપના થશે. પશુ-પંખીઓ : અમે પણ ધર્મદેશના સાંભળી શકીશું. સમજી
શકીશું. ભગવાન યોગક્ષમંકર છે
ત્રિપદીના શ્રવણ માત્રથી દ્વાદ્ધશાંગીની રચનાની શક્તિ ગણધરોમાં ક્યાંથી પ્રગટી?
ભગવાનના પરમ વિનયથી ભગવાનને તેમણે મનુષ્યરૂપે નહિ, ભગવાનરૂપે જોયા. ભગવાન યોગક્ષેમંકર નાથ છે.
જગતના જ નહિ, આપણા પણ નાથ છે. કારણ કે આપણે જગતની બહાર નથી. ગુણોની જરૂર હોય, આવેલા ગુણોના રક્ષણની ચિંતા હોય તો ભગવાનને પકડી લો. કારણ કે અપ્રાપ્ત ગુણોની પ્રાપ્તિ અને પ્રાપ્ત ગુણોની સુરક્ષા જગમાંથી ભગવાન જ કરી આપે છે.
પ્રભુના ધ્યાનથી મોક્ષ મળે એ ખરું, પણ ધ્યાન માટેની પાત્રતા પણ જોઈએ ને? એ પાત્રતા વિનયથી જ આવે છે.
માટી પોતાની મેળે ઘડો ન બની શકે, પથ્થર પોતાની મેળે મૂર્તિ ન બની શકે. પથ્થર ખાણમાં રહેલો હતો. તેમ આપણે નિગોદમાં રહેલા હતા.
૫૬
શ્રી કલાપૂર્ણપ્રબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org