________________
જ છે.” એમ સાધકને વિશ્વાસ જન્મે છે – વિશ્વાસ જન્મતાં જ તે તરફથી રુચિ જાગે છે.
એક શાશ્વત નિયમ છે, જે તરફ આપણી રુચિ થઈ, તે તરફ આપણી ઊર્જા ગતિમાન થઈ, ઊર્જા હંમેશાં રુચિને અનુસરે છે.
ભગવાન વિના આત્માનું સ્વરૂપ ન જણાય. અરીસા વિના શરીરનું સ્વરૂપ ન જણાય.
ભગવાનને તમે સમર્પિત બનો તો બાકીનું ભગવાન સંભાળી લે. સમર્પિત બનવું જ કઠણ છે. બધું પાસે રાખીને માત્ર “જીન તેરે ચરણ કી શરણ ગ્રહું” એમ બોલવાથી સમર્પણ ન આવે. સમર્પણ માટે પૌદ્ગલિક ભાવોનું અહમનું વિસર્જન કરવું પડે. અહંનું વિસર્જન જ સૌથી કઠણ છે. અહંના વિસર્જનપૂર્વક જે ભક્ત ભગવાનના શરણે જાય, તેનું ભગવાન બધું જ સંભાળી લે.
આ આહંતી કરૂણા અમુક કાળે નહિ સર્વ કાળે અને સર્વ ક્ષેત્રે વરસી રહી છે. એ જો ન વરસતી હોય તો વિશ્વમાં અંધાધૂંધી ફેલાઈ જાય. સમગ્ર વિશ્વનો મૂલાધાર ભગવાનની કરુણા જ છે. અરિહંત વ્યક્તિરૂપે બદલાતા રહે છે. પણ આઈજ્ય શાશ્વત છે. માટે જ આહંતી કરુણા પણ શાશ્વત છે. માટે જ સિદ્ધર્ષિએ ઉપમિતિમાં સંસારને નગર બનાવી સુસ્થિત (ભગવાન)ને મહારાજા તરીકે બતાવ્યા છે. આ સંસારનગરના મહારાજા ભગવાન છે, તે સમજાય છે? એ સમજવા જ આપણે આ ગ્રંથનો અભ્યાસ કરીએ છીએ.
ભગવાન આવા તત્ત્વચિંતનનું દાન કરીને રાગ-દ્વેષમય સંસારમાં તમને શરણ આપે છે. ભક્તની ભાવના
ભગવાન જ અભયઆદિ આપે અહીં ભગવાનનું સ્વયં કર્તુત્વ ભલે ગૌણ હોય, પણ ભક્ત માટે ભગવાનનું કર્તુત્વ જ મુખ્ય છે. ભોજન તરફથી સ્વયં કર્તુત્વ ભલે ગૌણ હોય. કારણ કે ભોજન બનાવવાની, ચાવવાની, પચાવવાની બધી જ ક્રિયા આપણે જ કરી છે. ભોજન પોતાના તરફથી સંપૂર્ણ નિષ્ક્રિય છે. છતાં ભોજને જ તૃપ્તિ આપી એવું આપણે નથી માનતા ? પાણીએ જ તરસ છિપાવી એવું નથી માનતા? ભોજન અને પાણી વગેરેમાં નિમિત્તની
શ્રી કલાપૂર્ણપ્રબોધ
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org