________________
કામ થઈ જાય. ક્ષયોપશમભાવના ગુણો ક્ષાયિક ગુણોમાં જોડી દઈએ તો કામ થઈ જાય.
સિદ્ધો આપણા ઉપર સદાકાળ માટે છે. વિહરમાન ભગવાન સદાકાળ માટે છે. માત્ર આપણે અનુસંધાન કરવાની જરૂર છે. - દૂધમાં રહેલું પાણી પોતાને દૂધ સ્વરૂપે જુએ તેમ સ્વરૂપમાં લીન બનેલો આત્મા સ્વને પરમાત્મારૂપે જુએ. સાધના અને પ્રાર્થના
હું કોઈ પણ વસ્તુને ચાહું એના કરતાં આત્માને ચૈતન્યમાત્રને વધુ ચાહું, એવું મારું મન બનો, એ શ્રેષ્ઠ સાધના અને પ્રાર્થના છે.
આગમના એકેક અક્ષરમાં ભગવાન દેખાતા હોય તો અભ્યાસ છોડી દઈએ? આગમમાં રસ ન પડે ? ફોન નંબર તમે ઘુમાવો તો કદાચ તે વ્યક્તિ સાથે સંપર્ક ન થાય તેવું બને પણ ખરું, પણ આગમના અક્ષરો દ્વારા ભગવાન ન મળે તેવું ન જ બને. શરત માત્ર એટલી; તમારું મન ભગવન્મય બનવું જોઈએ. મારું મન પણ ક્યારેક જ ભગવન્મય બને છે. - વિક્ષિપ્ત અવસ્થામાં જ મન પ્રાયઃ રહેતું હોય છે. આપણે તો આપણા નામની અહંની પડી છે. ભગવાન સાથે શું લેવાદેવા છે આપણને ? પછી ભગવાન શી રીતે હૃદયમાં આવે?
સંસારના તાપ, ઉતાપ અને સંતાપ એ ત્રિવિધ દુઃખથી મુક્ત કરાવનાર એક માત્ર આત્મજ્ઞાન છે. આત્મા તે જ્ઞાન રહિત છે નહિ, પણ જીવને હું આવો સુખસંપન્ન, દુઃખરહિત કોઈ અચિંત્ય પદાર્થ છું તેવું ભાન નથી. ગુરુગમ વડે જિજ્ઞાસુ એ નિધાનને જાણે છે. અને શુદ્ધભાવ વડે તેનો અનુભવ કરે છે. ગુરુ ગમ પ્રાપ્તિનો ઉપાય વિનય છે.
મને કોઈ પૂછેઃ શાનું ધ્યાન ધરો છો? હું કહું ભગવાનનું ધ્યાન ધરું છું. જ્યાં ભગવાન ન હોય ત્યાં ધ્યાન ન હોય.
આથી કોઈ યોગસારના પ્રથમ પ્રસ્તાવમાં છેલ્લે પ્રભુનાં બે વિશેષણો મૂક્યાં –
સંસારને તોડવામાં વજ જેવા – નિગ્રહ ગુણ. પોતાના જેવી પદવી આપનારા – અનુગ્રહ ગુણ.
શ્રી કલાપૂર્ણપ્રબોધ
૫O
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org