________________
જ નાથ બને, સર્વના નહિ. કેસ સોંપ્યા વિના ડૉક્ટર કે વકીલ પણ કેસ હાથમાં ન લે તો ભગવાન શી રીતે લે ? કામ કર્યા વગર શેઠ પણ પગાર ન આપે તો ભગવાન કેમ આપે?
વનસ્પતિ આદિ સ્થાવરમાં ચેતના બતાવી ભગવાન લોકોને તેની હિંસાથી બચાવે છે. એકેન્દ્રિય જીવોને પીડાથી બચાવે છે.
છેલ્લે એક વાત કહી દઉં : ખોવાયેલા આત્માને શોધવો હોય તો જેમણે આ આત્માને મેળવી લીધો છે, એવા ભગવાનના ખોળામાં બેસી જાવ. ભગવાનને સૌ પ્રથમ પકડો. માટે જ ધ્યાનમાં સર્વપ્રથમ આજ્ઞા વિચય ધ્યાન છે. પ્રભુની આજ્ઞા આવી ત્યાં ભગવાન આવી જ ગયા. ભગવાનનું ધ્યાન તે નિશ્ચયથી આપણું ધ્યાન છે.
ભગવાન સંખ્યાથી અનેક છે પણ ગુણથી એક છે.
આપણા ગુણો પ્રભુમાં ભળ્યા ને એકતા થઈ ગઈ. પર્યાયથી તુલ્યતા:
ભગવાનનો અને આપણો પર્યાય આમ ભિન્ન છે. પ્રશસ્ત ભાવભક્તિઃ ભગવાન અષ્ટ પ્રાતિહાર્ય યુક્ત છે એવો ભાવ. શુદ્ધ ભાવ ભક્તિઃ ભગવાન ક્ષાયિક ભાવ યુક્ત છે એવો ભાવ.
પ્રભુ ભલે અનંત છે. પ્રભુતા એક જ છે એમાં લીન બનતાં તુલ્યતા પ્રગટે છે. શુદ્ધ સ્વભાવમાં લીન બનેલી આપણી ચેતના પરમ રસાસ્વાદ મેળવે
ભગવાન ભલે પૂર્ણ બન્યા. પણ પોતાની પૂર્ણતા આપણા આલંબન માટે રાખી ગયા છે.
ગુણથી પ્રભુ ત્રિભુવન વ્યાપી છે. ગુણરૂપે ભગવાન સર્વત્ર હાજર છે. केवल ज्ञानेन विश्वव्यापकत्वात् ।
પૂજ્યશ્રી : એક અહીં (છાતી પર હાથ રાખીને) ભગવાન નથી. અહીં નથી તો ક્યાંય નથી.
આપણો વિશુદ્ધિનો પ્રકર્ષ વધતો જાય તેમ તેમ પ્રભુ વધુ ને વધુ સ્પષ્ટ થતા જાય.
આપણી નાની દીવીને કેવળજ્ઞાનની મહાજ્યોતિ સાથે જોડી દઈએ તો ભગવાન એ અલૌકિક તત્ત્વ છે
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org