________________
સ્થાન પ્રાપ્ત થાય છે. ગુરુજનોની કરુણાને ઓળખો
નાનો શિશુમાંથી જુદો પડીને જાત પર જોખમ ઊભું કરે, તેમ ગુરુથી જુદા પડીને જાત પર જોખમ ઊભું થાય છે. ગુરુદેવનું સતત સાનિધ્ય ઊભું થાય છે. ગુરુદેવનું સતત સાનિધ્ય સ્વીકારવા આપણું મન તૈયાર જોઈએ.
એકલવ્યે કહ્યું કે, “ગુરુની અપાર ભક્તિનું આ ફળ છે. હૃદય-સિંહાસન પર દ્રોણ ગુરુ પ્રતિષ્ઠિત છે. ભલે એ સ્વીકારે કે ન સ્વીકારે.”
આવી ગુરુભક્તિ પેદા થાય ત્યારે શું થાય તે તો અનુભવે તે જ જાણે.
ફેમિલી ડૉક્ટર, વકીલ વગેરેની જેમ ફેમિલી ગુરુ પણ હોવા જોઈએ. જ્યાં જઈને રડી શકાય, બધુ કહી શકાય, કલિકાલમાં ભલે ભગવાન નથી, પણ ગુરુ છે. ગુરુમાં ભગવબુદ્ધિ પેદા કરીને ભગવાન જેટલો જ લાભ મેળવી શકીએ.
પૂજ્યશ્રીના મુખે ઘણી વાર સાંભળ્યું છે માતા તેને કહેવાય જે સંતાનને પિતા સાથે જોડી આપે. પિતા તેને કહેવાય જે સંતાનને ગુરુ સાથે જોડી આપે. ગુરુ તેને કહેવાય, જે શાસ્ત્ર સાથે જોડી આપે. શાસ્ત્ર તેને કહેવાય જે ભગવાન સાથે જોડી આપે. ભગવાન તેને કહેવાય જે જગતના સર્વ જીવો સાથે જોડી આપે.
જે શિષ્યના હૃદયમાં ગુરુ છે, તેને કદી વિયોગ પડતો જ નથી. ગુરુની બધી શક્તિ તેવા શિષ્યમાં સંક્રાંત થઈ જાય. આ જ વાત ભગવાન પર લાગુ પડે.
ક્યારેક ગુસ્સો કરતા, ક્યારેક કડવો ઠપકો આપતા, ક્યારેક કઠોર બનતા ગુરુમાં જો તમે માતાનાં દર્શન કરશો તો તેમના હૃદયમાં રહેલી અપાર કરુણા દેખાશે. શિષ્યના દોષોનું પોષણ કરે તે સાચા ગુરુ નથી. તે સત્યને પ્રગટ કરી ન શકે.
ભગવાન મહાવીરે ગૌતમસ્વામીના દોષનો પક્ષપાત કર્યો નથી. હે ગૌતમ ! આનંદ શ્રાવકની વાત સાચી છે. ક્ષમા તમારે માંગવાની છે. ગુરુ અને ગૌતમસ્વામીએ કોઈ પણ વિકલ્પ વગર તે કાર્ય કર્યું. આમાં ગુરુ-શિષ્ય બંનેએ સત્યને પ્રગટ કર્યું છે.
વિનય મૂલો ધો
૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org