________________
જાય છે, એમ કહું તોપણ ખોટું નથી.
ભગવાન સ્વયં કહે છેઃ હું અને ગુરુ અલગ નથી. ગુરુનું અપમાન કરનારો મારું અપમાન કરે છે. ગુરુનું સન્માન કરનારો મારું સન્માન કરે છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે : “ગુરુ વિષયો મોરવો ગુરુ – વિનય જ મોક્ષ છે. એક વિનય તમને ક્યાંથી ક્યાં લઈ જાય? વિનય, વિદ્યા, વિવેક, વૈરાગ્ય, વિરતિ, વીતરાગતા અને વિમુક્તિ – આ ક્રમશ મળતા પદાર્થો છે. પણ પ્રારંભ વિનયથી જ કરવો પડશે. વિનય મૂકી ગયા તો બીજા ગુણો એકડા વગરના મીંડા જ પુરવાર થશે. વિનય ક્યાંથી શરૂ થાય છે
વ્યવહારિક જ્ઞાન શીખવા માટે પણ આટલી સેવા કરવી પડે તો આધ્યાત્મિક જ્ઞાન માટે તો કહેવું જ શું? જેણે ગૃહસ્થપણામાં માતા-પિતાની સેવા નથી કરી, તે દીક્ષામાં ગુરુની સેવા કરે, એ વાતમાં માલ નથી.
આથી જ જયવિયરાયમાં સૌ પ્રથમ ગુરુનાપૂ૩' (એટલે કે માતા-પિતા આદિ ગુરુજનની પૂજા)ની માંગણી કરવામાં આવી છે. પછી જ ‘સુરંગો તવ્યય-સેવળ મવમવું' કહીને સદ્ગુરુનો યોગ અને તેમના વચનની અખંડ સેવાની માંગણી કરી છે.
માતા-પિતાની સેવા પણ સ્વાર્થથી ન થાય માટે, જયવીરાયમાં પછી લખ્યું: “પરત્થર ” મને પરોપકાર ભાવ મળો. આ રીતે માતા-પિતાની ભક્તિ અને પરોપકારનો ભાવ આવ્યા પછી જ સદ્ગુરુનો સંયોગ મળે. માટે જ પછી લખ્યુંઃ “કુરકુનોનો ” ભગવાન પર બહુમાન થશે તો બીજું બધું પોતાની મેળે થઈ પડશે. પ્રથમ માતા-પિતાનું બહુમાન કરો. માતા-પિતાનું બહુમાન ગુરુનું બહુમાન જન્માવશે.
ગુરુનું બહુમાન શાસ્ત્ર અને ભગવાનનું બહુમાન જન્માવશે. ભગવાનનું બહુમાન થયું એટલે સમજો, મુક્તિ તરફનું પ્રયાણ શરૂ થયું. ભગવાનનું બહુમાન એટલે અંતતોગત્વા આપણી જ પરમ ચેતનાનું બહુમાન.
મોક્ષ તરફ પ્રયાણ એટલે આપણી જ પરમ ચેતના તરફનું પ્રયાણ....! મોક્ષ આત્માથી અલગ નથી સ્વયં શુદ્ધાત્મા જ મોક્ષ સ્વરૂપ છે. દેહમાં રહેલા આત્મપ્રદેશોમાં મોક્ષ પ્રગટ થાય પછી સિદ્ધશિલા પરનું
શ્રી ક્લાપૂર્ણપ્રબોધ
४६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org