________________
ભગવાનનો સાધુ ભિખારી નથી, ચક્રવર્તીનો પણ ચક્રવર્તી છે. તેને મળતાં સુખ દેવેન્દ્ર કે ચક્રવર્તી પણ મેળવી શકે નહિ પણ એ સાધુ-સહન-સાધના અને સહાયતા કરનારા હોવા જોઈએ.
જેને મોક્ષ જવાની તૈયારી નથી તેણે નિગોદમાં જવાની તૈયારી રાખવી પડે. બીજે ક્યાંય અનંત કાળ સુધી રહેવાની વ્યવસ્થા જ નથી. ત્રસકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ બે હજાર જ સાગરોપમ છે. એટલા સમયમાં સ્વસાધ્ય (મોક્ષ) સિદ્ધ ન થાય તો નિગોદ તૈયાર જ છે. સાધુધર્મ ક્યાં છે ?
ક્યાંય ઠેકાણું નહિ! રખડવાનુ જ લલાટે લખાયેલું, આમાં ક્યાં ધર્મ થાય? રહેવા, ખાવા-પીવા વગેરેની વ્યવસ્થામાંથી ઊંચા અવાય તો ધર્મધ્યાન થાયને? કપડાં-મકાન તો ઠીક, ઉચિત સમયે ભોજન પણ ન મળે. આવી સ્થિતિ પાપના ઉદય વિના ન જ આવી શકેને? માટે ગૃહસ્થપણામાં રહીને જ પરોપકારનાં કામ થતાં રહે તે જ સાચો ધર્મ” આ છે એક અન્યનો મત.
ઉત્તર : તમે “પાપના ઉદયથી દીક્ષા મળે છે” એમ કહો છો, અમે પૂછીએ છીએ “પુણ્ય-પાપ એટલે શું ? “ભોગવતાં સંકલેશ થાય તો પાપ. અને સાતા રહે તે પુણ્ય. એ જ સાચું લક્ષણ છે. પુણ્યાનુબંધુ પુણ્યથી જ ગૃહસ્થત્વનો ત્યાગ થાય. પુષ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય તે જ સંસાર છોડી શકે. પુણ્ય-પાપની સંકલેશ – અસંકલેશરૂપ વ્યાખ્યા કરી. હવે વિચારો વધુ સંકલેશ તો ગૃહસ્થપણામાં છે. સાધુને સંકલેશનો અંશ પણ નથી. બહારથી સારા દેખાતા મોટા પૂંજીપતિઓ અંદરથી કેટલા દુખી હોય છે, તે તમે જાણો છો” દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિએ એક પ્રશ્નના જવાબમાં કહેલું: દુનિયામાં સૌથી વધુ દુઃખી હું છું. અહીં સુખ ક્યાં છે? - તત્ત્વથી સાધુ આત્મામાં જ રહે. પરમ સમતામાં મગ્ન રહેવાથી ગમે તેવાં સ્થાનોમાં રાગ-દ્વેષાદિ ન કરે.
ધર્મશાળામાં સાધકો, સારા હોય કે ખરાબ, રાગ-દ્વેષ કરતા નથી, તેમ સાધુ પણ ન કરે. સાધુ બીજાના બનાવેલા સ્થાનમાં ઊતરે, સ્વયં ન બનાવે, પોતાના માટે બનાવે તો “આ મારું છે' એમ મમત્વ થાય. સાધુ જે ભૂખતરસ સહે છે, તેમાં સંકલેશ નથી થતો. પરંતુ આનંદ થાય છે. કારણ કે સાધુજીવનનો મંત્ર અને મર્મ
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org